Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 61
________________ સુણજો રે ભાઈ સાદ આટો' કહેવતનો અર્થ સ્કૂલનાં બાળકોને શીખવવો હોય તો આ દાખલો નમૂનારૂપ બની રહી તેવો છે. સોયાબીનના ખોળની ર૭૭ કરોડ રૂપિયાની નિકાસને ૩૨૦ કરોડ રૂપિયા તથા સરસવની નિકાસને ૧૮ કરોડ પરથી ૯૦ કરોડ સુધી પહોંચાડી આપણી સરકારે પ્રાનિરપેક્ષ નિકાસનીતિન નવા. વિકમો સર કર્યા છે. હજુ વધુ ચોંકાવનારા આંકડા તો હવે આવે છે. . ૨૦ કરોડની તલની ગયા વર્ષની નિકાસ આ વર્ષે ૧૭૮ કરોડ સુધી પહોંચી. ગિનેસ બુક માટે વિચારી શકાય તેવો એક જ વર્ષમાં નવસો ટકાનો વધારો. પછી તેલના સ્થાનિક ભાવ આસમાને ન પહોંચે તો જ નવાઈ ને !. રાઈસ બ્રાનની ૬૨ કરોડ (ગયા વર્ષે ૩૭ કરોડ), સિંગખોળની ૮૫ કરોડ (ગયા વર્ષે ૫૦ કરોડ) તથા સૂર્યમુખીના ખોળની પણ ૧૦ કરોડની નિકાસ કરી. - પરદેશમાં જે આ ખોળની (પશુ-પક્ષીના આહારની) નિકાસ થઈ રહી છે તે ત્યાંના પોસ્ટ્રી ફાર્મો તથા.માંસ માટે ઉછેરાતાં પશુઓના ખોરાક માટે છે, એટલે વિદેશીઓ ઈંડાં અને માંસ ભરપેટ ખાઈ શકે એટલા માટે આપણે ખોળની નિકાસ કરી આપણાં પશુઓનો ખોરાક ઝૂંટવી લઈ આપણાં પશુઓનું દૂધ- ધીનું ઉત્પાદન ઘટાડી રહ્યા છીએ અને છોગામાં હાલતાં મેં 'ચાલતાં આપણાં પશુઓની. ઓછી ઉત્પાદકતાની ટીકા કરતા જઈ આપણો પશુઆહાર ખાઈ તગડી થયેલી પરદેશી ઓલાદોની વધુ દૂધ આપવાની શક્તિના ગુણગાન ગાતાં ધરાતા નથી. ખોળની આ નિકાસ પણ હજારો ટન તેલીબિયાં પીલતી મોટી મિલોને કારણે જ શકય બને છે. જો ગામડે ગામડે પાણીમાં તેલ પિલાતું હોય તો ત્યાંનો ખોળ પણ તે જ ગામડાંના પશુઓના ભાગે આવે. તેને ગામડે ગામડેથી થોડા થોડા પ્રમાણમાં એકઠો કરી નિકાસ કરવાનું કોઈને પોષાય નહીં. તેલના આ હાથે કરીને ગૂંચવેલા પ્રશ્નને બધી બાજુથી ચકાસવામાં આવે તો એક પુસ્તિકા ભરવી પડે એટલી આપણી અવળી નીતિઓ એમાં કારણભૂત બની છે. ૧૯૪૭ પછી જેટલી વસિત વધી છે તેના કરતાં તેલીબિયાંનું ઉત્પાદન ઘણું વધ્યું હોવા છતાં તેના ભાવ ઘટવાને બદલે વધવાનું એક મહત્ત્વનું કારણ એ છે કે વેજિટેબલ (જેને ઘી કહેવું એ માત્ર શબ્દછળ છે) જેવા તદ્દન અનાયિક ઉદ્યોગના ખપ્પરમાં આ તેલીબિયાંના વધેલા ઉત્પાદનનો સિંહબાગ હોમી દેવામાં આવે છે. દેશી ખોરાકની ટેવો છોડી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104