Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 57
________________ ૪૫ સુણજો રે ભાઈ સાદ કરવાનો આદેશ આપી સો ગરીબ કુટુંબોની રોજી ટકાવી રાખી, તે છેક ૧૯૪૭માં લોકોની (!) સરકાર આવી ત્યારે જ પાલનપુરમાં ઓઈલ મિલ શરૂ થઈ શકી. પરિણામે આજે પાલનપુર તો શું આજુબાજુના આખાય ધાણધાર પંથકમાં દીવો લઈને ગોતવા જઈએ તોય બળદઘાણી શોધી જડતી નથી. પાલનપુરના કમાલપુરામાં આજે પણ રહીસહી પાવરઘાણી ચલાવતા ઘાંચીભાઈ તે વખતે પોતાની પંદર વર્ષની ઉમરે પોતાના બાપાની આંગળી પકડીને નવાબસાહેબ પાસે રજૂઆત કરવા ગયેલા પંચની સાથે ગયા હતા. તેમણે સગી આંખે જોયેલી આ વાત મને કહી સંભળાવી હતી. ઈકોનોમી ઓફ પર્મેનન્સ'ના લેખક જાણીતા અર્થશાસ્ત્રી જે. સી. કુમારપ્પાના જણાવવા મુજબ ઈ.સ. ૧૯૨૧ના અરસામાં આ દેશમાં કુલ પાંચ લાખ બળદઘાણીઓ ચાલતી હતી. આ દેશનાં ગ્રામોદ્યોગનો ભાંગીને ભુક્કો કરી નાખવાની વિદેશી અંગ્રેજ સરકારની પોલિસી મુજબ શરૂ થયેલી ઓઈલ મિલોના પરિણામે ઈ.સ. ૧૯૫૧ સુધીમાં માત્ર ત્રીસ જ વર્ષમાં બળદધાણીઓની સંખ્યા બે લાખ સુધી આવીને ઊભી રહી. ગામે ગામના ત્રણ લાખ ઘાંચીઓ બેકાર બનતાં શહેરોની ‘સ્લમ્સમાં ઠલવાયા હશે એ નફામાં. ૧૯૪૭માં કહેવાતી આઝાદી મળ્યા પછી આ ‘પ્રોસેસ’ ઊલટાવી જોઈતી હતી. તેના બદલે ગાંધીના નામનો પોપટપાઠ રટતા રહી નેહરુ અને તેમના વારસદારોએ મોટા ઉદ્યોગોને એટલું બધું પ્રોત્સાહન આપ્યું કે આજે ચાલીસ વર્ષ પછી એ બે લાખમાંની રડીખડી બળદઘાણી પણ બચી હશે કે કેમ તે સવાલ છે. જે તેલઘાણીનો ઉઘોગ ઈ.સ. ૧૯૨૧માં પાંચ લાખ ઘાંચીઓને રોજીરોટી પૂરી પાડી પાંચ લાખ કુટુંબોને સ્વમાનભેર પોતાના વતનમાં જીવન ગુજારવાની તક પૂરી પાડતો હતો તે ઉદ્યોગ આજની વધેલી વસતિ જોતાં કમસે કમ દસ લાખ કુટુંબોને તો જરૂર રોજી પૂરી પાડી શકે. ચૂંટણી ઢંઢેરામાં કામ કરવાનો અધિકાર આપી દેવા માત્રથી બેકારોને કામ મળી જતું નથી. તે માટે તો દેશની ઉદ્યોગનીતિમાં હિમાલય જેવડા ફેરફાર કરી અઢારેય કોમના ધંધા તેમના હાથમાં માનભેર પાછા સોંપી તેઓ શહેરોની ઝૂંપડપટ્ટી ખાલી કરીને પોતાના પૂર્વજોની જેમ ગામડામાં ગૌરવભેર જીવી શકે તેવી તકો પૂરી પાડવી જોઈએ અને આ કામ હાલ જે રીતે ભસતા કૂતરાને શાંત રાખવા ફેંકતા બટકા રોટલાની જેમ ખાદીને રાહતનો ટુકડો ફેંકવામાં આવે છે તે તે તેલઘાણીઓને પ્રોત્સાહન આપવાથી નહિ થાય. તેને માટે તો ઓઈલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104