Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 56
________________ ૪૪ _ _ _ _ _ _ સુણ રે ભાઈ સાદ મૂડીવાદીઓ સમા તૈલનૃપોનો બનેલો હોય કે કેટલાક ભોળા ભગતો “પવિત્ર ગાય’ માની જેને વખાણતાં થાક્તા નથી એવી સહકારી સંસ્થાનો બનેલો હોય, જ્યાં સુધી યાંત્રિક ઉદ્યોગની-મોટા પાયા પરના ઉત્પાદનની-પેલી કાતિલ ધાર અકબંધ છે ત્યાં સુધી કોઈ જ ફરક પડતો નથી. મોટા પાયા પરના ઉદ્યોગો દ્વારા દેશનો વિકાસ કરવા મથતી અર્થવ્યવસ્થા મૂડીવાદી હોય કે સામ્યવાદી, તેમાં સરવાળે જેમ ઝાઝો ફેર પડતો નથી પરંતુ શોષણનાં સાધનોની માલિકીની ખાનગી મૂડીદારોના હાથમાંથી સરકારી તંત્રોના હાથમાં ફેરબદલી જ માત્ર થતી હોય છે, તેમ વેચાણની વ્યવસ્થા ખાનગી વેપારીઓના હાથમાંથી કો-ઓપરેટિવ સોસાયટીના હાથમાં જાય તેટલા માત્રથી હરખાઈ ઊઠવાની જરૂર નથી. શોષણનું જે હથિયાર–યંત્રો દ્વારા થતું મોટા પાયા પરનું કેન્દ્રિત ઉત્પાદન–તેને જ તોડી નાંખવું જોઈએ. પ્રબળ રાજકીય ઇચ્છાશક્તિ અને લોકમાનસનું તથા પ્રકારનું ઘડતર કરવામાં આવે તો યંત્રરાક્ષસને માત કરવાનું આ કાર્ય અશક્ય નથી. હજી તો માત્ર છ-સાત દાયકા પહેલાં જ કેવળ ગુજરાતમાં જ નહિ, સમગ્ર હિંદુસ્તાનમાં તેલનું ઉત્પાદન અને વિતરણ ગામડે ગામડે તદ્દન વિકેન્દ્રિત ધોરણે થતું. જૂના પાલનપુરના નવાબી રાજ્યના વખતના સાવ નાનકડા પાલનપુરમાં પણ આ વિકેન્દ્રિત વ્યવસ્થા અનુસાર સો જેટલી બળદઘાણીઓ દ્વારા ઘાંચીભાઈઓની કોમ સમગ્ર શહેરને વાજબી ભાવે આખુંય વર્ષ તેલ પૂરું પાડતી. આજથી પચાસેક વર્ષ પહેલાં પાલનપુરની પાસેના મેતા નામના ગામના એક ઘાંચીનો દીકરો મેકોલેની પ્રોડક્શન ચેનલમાંથી તૈયાર થઈને બહાર પાડ્યો અને તે વખતની દેશી અંગ્રેજી બાબુઓની જેમ તેને પણ આ ઓર્થોડોક્સ બળદઘાણીની જગ્યાએ નાનકડી ઓઈલ-મિલ નાખવાના કોડ જાગ્યા. તેણે નાખેલી આ મશીનરીએ પેલાં સો ઘાંચી કુટુંબોના ગ્રામોદ્યોગ અને રોજીરોટી માટે ભય ઊભો કરતાં ગામનું ઘાંચીપંચ નવાબ તાલેમહમ્મદ ખાનસાહેબ પાસે રાવ નાખવા ગયું. તે વખતના દેશી રાજવીઓ “જસ્ટિસ ડિલેય ઈઝ જસ્ટિસ ડિનાડ’ના સિદ્ધાંતથી વાકેફ હતા. એટલે વાત વાજબી જણાતાં તેમણે તરત જ હુકમ કાઢ્યો કે ઓઈલ મિલંમાં એરંડા સિવાય કાંઈ પીલવું નહિ. ઘાંચીપંચે કહ્યું કે એરંડા પણ શા માટે ? અમારાં દસ ઘર એરંડા પીલીને રોજી મેળવે છે. નવાબસાહેબે માત્ર ૨૪ જ કલાકમાં ઓઈલ મિલની સઘળી મશીનરી ઉઠાવી લેવાનો, નહિતર જમીનો સામનો Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104