________________
તેલના આ વરવા ખેલનો વાસ્તવિક ઉકેલ શો છે?
- તેલિયા રાજાઓ અને એન.ડી.ડી.બી.વાળા ‘અમૂલ ફેઈમ' વર્ગીઝ કુરિયન વચ્ચે આમનેસામને તેમ જ પ્રોક્સી વડે ચાલતી ટાંટિયા ખેંચે ગુજરાતની સામાન્ય જનતાની જ નહિ પરંતુ પ્રજાહિતની ખેવના ધરાવનારા કેટલાક પ્રધાનો અને સચિવોની પણ મતિ મૂંઝવી નાખી હોય તેવો દેખાવ ઊભો થયો છે. જેના પરિણામે તેલના ભાવોને ગરીબ પ્રજાની પહોંચ સુધી નીચે ઉતારવાના હાકલા પડકારા રોજ થાય છે છતાંય તેલના ભાવ તો વાર્તામાંના પેલા રાજકુંવરની જેમ દિવસે ન વધે એટલા રાતે અને રાતે ન વધે એટલા દિવસે વધતા જોવાય છે. જેને આ હાકલા પડકારા કરીને રાજકારણની ખીચડી જ પકાવી લેવી છે તેની વાત જુદી છે, પરંતુ ગરીબોના કૂબામાં દોહ્યલા બનતા જતા તેલના ટીપા’ની ચિંતા જેને કોરી ખાય છે તેવા સહૃદયીઓને માટે ઘડીભર સ્વસ્થ ચિત્તે પલાંઠી વાળીને વિચારવાની વેળા પાકી ગઈ છે કે તેલના આ જાદુગર પાસે એવો કયો કીમિયો છે કે કોંગ્રેસની સરકાર હોય કે જનતાની, તેલિયા રાજા હોય કે એનડી.ડી.બી. કોઈનેય એ ગાંઠતો નથી ? અલગ ગુજરાતની સ્થાપના થયા પછી ત્રીસ-ત્રીસ વર્ષ દરમિયાન માથું પછાડ્યા છતાંય તેલના ભાવોએ દાદ ન આપી હોય તો મને કે કમને પણ એ સ્વીકારવું જ રહ્યું કે તેલનીતિમાં આપણે કયાંક ભીંત ભૂલ્યા છીએ. •
સૌથી પહેલાં તો સૌને એટલું સ્પષ્ટ થઈ જવું જોઈએ કે જે તેલિયા રાજાઓની મોનોપોલી અનિષ્ટ છે તો એન.ડી.ડી.બી. જેવી સહકારી સંસ્થાઓની મોનોપોલી પણ એટલી જ અનિષ્ટ છે. રક હશે તો એટલો જ કે તેલિયા રાજાઓની- મોનોપોલી લોઢાની કટારી છે તો એન.ડી.ડી.બી.ની મોનોપોલી સોનાની કટારી છે. પ્રજાની છાતી તો બંને કટારીઓથી એકસરખી ચિરાવાની છે. ઓઈલ મિલો જેવા મોટા યંત્રોઘોગ એ શોષણનું કાતિલ શસ્ત્ર છે. તેલિયા રાજાઓ કે કુરિયન જેવા એન ડી ડી.બી.ના અધિષ્ઠાતાઓ તો આ કાતિલ શસ્ત્રના હાથાઓ માત્ર છે. એ હાયો ગંદા- ગોખરા ગણાતા
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org