Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 58
________________ ૪૬ . * સુણજો રે. ભાઈ સાંઇ ---- મિલો જેવા મોટા ઉદ્યોગોને જે પ્રત્યક્ષ તથા પ્રછત્ર જંગી સબસીડીઓ આપવામાં આવે છે તેની ઉપર બ્રેક લગાવવી પડશે. ખાદી ગ્રામોદ્યોગ બોર્ડને થોડાક રૂપિયાની રાહતોની છાપામાં થતી જાહેરાતોને કારણે સામાન્ય જનતા એવા જ ભ્રમમાં રહેતી હોય છે કે સરકાર નાના ઉદ્યોગોને પ્રોત્સાહન આપે છે. પરંતુ હકીકતમાં પાછલે બારણે મોટા ઉદ્યોગોને “સબસીડાઈઝડ ઈન્ફાસ્ટ્રકચરના રૂપમાં જે જંગી સવલતો અપાય છે તે નાના ઉદ્યોગોને મળતી ફોતરા જેવી રાહતોને ક્યાંય ટપી જાય તેવી બાદશાહી હોય છે. સામાન્ય પ્રજાની વાત તો જવા દો. જાહેર જીવનના અગ્રણીઓ કે સર્વજ્ઞત્વનો ઠેકો લઈ બેસનારા પત્રકારો પણ એ હકીકતથી - વાકેફ હશે ખરા કે હિંદુસ્તાનમાં પેપરમિલવાળા બજારભાવથી હજારગણા - ઓછા ભાવે વાંસ મેળવે છે. શહેરીઓને ઘેર બેઠાં નળ દ્વારા જે પાણી પૂરું . પાડવામાં આવે છે તે માટે થતા ખર્ચનો માત્ર પચાસમો ભાગ તેમની પાસેથી વસૂલ કરવામાં આવે છે તથા આધુનિક વિનાશક ખેતીના રવાડે ખેડૂતો એટલા માટે ચહ્યા છે કે તેમના પંપસેટ ચલાવવા માટે ઉત્પાદનખર્ચ કરતાં વીસગણા ઓછા ભાવે તેમને વીજળી પૂરી પાડવામાં આવે છે. કરવેરામાં અપાતી જાતભાતની છૂટછાટો હોય કે સસ્તા દરની કરોડો અબજોની બેંક લોનો હોય, પ્રજાના પસીનાના પૈસા નિચોવી ઊભું કરવામાં આવેલું રોડ રેલવે–તાર-ટેલીફોનનું માળખું હોય કે સબસીડાઈઝડ આધુનિક શિક્ષણને કારણે ઉદ્યોગોને મફતના ભાવમાં મળતા ટેકનિકલ પર્સોનેલની વાત હોય, જે મોટા ઉદ્યોગો પાસેથી આ બધી સગવડો પૂરી પાડવાની પૂરેપૂરી કિંમત વસૂલ કરવામાં આવે તો એક પણ યંત્રોદ્યોગ ગ્રામોદ્યોગની હરીફાઈમાં ટકી શકે નહિ. એ તો તદ્દન સામાન્ય સમજની વાત છે કે રાજકોટ પાસેના કોઈ એક ગામડામાં પેદા થયેલા સીંગદાણા સેંકડો કિલોમીટરની મુસાફરી કરીને : મુંબઈ ઓઈલ મિલમાં પિલાવા આવે અને ફરી પાછું એ સીંગતેલ સેકડો માઈલની રિટર્ન મુસાફરી કરીને રાજકોટ પાસેના એ જ ગામડામાં ડબ્બાબંધ વેચાય તે સસ્તું પડે કે તે જ ગામમાં બળદઘાણી દ્વારા એ તેલીબિયાં પિલાઈને તેનું તેલ ત્યાં ને ત્યાં જ વપરાય તે ? પરંતુ મોટા ઉદ્યોગોને મળતી આ છૂપી રાહતો (Hidden Subsidies) ના જાદુની કમાલ એવી છે કે આટલી લાંબી મુસાફરી પછી પણ મિલનું તેલ બળદઘાણની સરખામણીમાં દેખાતું સસ્તુ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104