Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 53
________________ સુણો રે ભાઈ સદ વચનભંગ તો તેમણે માટે કેવી રમત વાત છે તેની પ્રતીતિ તો નીચેના એક જ દાખલાથી થશે. ૧૯૬૦માં અલગ ગુજરાત રાજ્યની સ્થાપના થયા પછી આ રાજ્યના ઇતિહાસમાં પહેલવહેલી વાર સરકાર દ્વારા જેવી મચ્છીમારીની હિલચાલ શરૂ થઈ કે તુર્ત જ એનો પ્રચંડ વિરોધ થયેલ. ૯-૧૦-૬૦ના દિવસે અમદાવાદના નાગરિકોની જાહેરસભામાં લેવાયેલ નિર્ણય અનુસાર શેઠશ્રી કસ્તુસ્સાઈ લાલભાઈ, અમૃતલાલ હરગોવનદાસ, નંદલાલ હરિદાસ વગેરેએ પ્રધાનોને મળી જે રજૂઆત કરી તેના પરિણામે ઉદ્યોગો માટેની રાજ્ય સલાહકાર સમિતિની તા. ૧૯-૧૨-૬૦ની બેઠકના અધ્યક્ષ સ્થાનેથી ત્યારના મુખ્યપ્રધાન જીવરાજ મહેતાએ જે વચન આપેલું છે ત્યારની સરકારી પુસ્તિકામાંથી જે અક્ષરશઃ ટાંકું છું: “જાહેર જનતાના કેટલાક વિભાગમાં મસ્ય-ઉઘોગ હમણાં ચિંતાનો વિષય બનેલ છે. પરંતુ સરકાર તો માત્ર સાગરકાંઠાવાળા વિસ્તારોમાં જ આ ઉદ્યોગના વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. આ સંબંધી, ખાસ કરીને રાજ્યના અંદરના ભાગના જળવિસ્તારોમાં તેનો વિકાસ કરવા સંબંધી લોકોની લાગણી હું સમજી શકું . આપને વિદિત જ હશે કે આવી લાગણીને માન આપવાની નીતિ સરકાર અનુસરી રહી છે. આથી જ્યાં વર્ષો થયાં આ ઉદ્યોગ ચાલી રહ્યો છે ત્યાં જ મત્સ્ય ઉદ્યોગ ખાતું તેને વિકસાવી રહ્યું છે.” આમ રાજ્યના અંદરના જમીન વિસ્તારોમાં એટલે કે નદી, નાળાં, સરોવરો તળાવો, વાવો વગેરેમાં મચ્છીમારી ન થવા દેવાના આપેલ લઘુતમ વચનનો પણ જે સરકાર ભંગ કરી રહી છે તે સરકારના કાન * કોઈ માઈનો લાલ પકડશે ખરો ? - ઊલટું, કમનસીબીની વાત તો એ છે કે જે નર્મદા યોજનાના સરદાર સરોવર અને નર્મદા સાગર નામગ્યા માત્ર બે જ બંધોના જળાશયમાં દર વર્ષે ૨૪ લાખ કિલો માછલાં મારવાની જાહેરાત નર્મદા નિગમની છાપેલી ચોપડીમાં જ કરવામાં આવી છે તે નર્મદા યોજનાનો પ્રચાર અને તરફેણ જીવદયા માટે લાખો રૂપિયા ખર્ચનાર કેટલાફ જેનો સુધ્ધાં કરી રહ્યા છે. નર્મદા યોજના માટે ભલામણો કરતા એ શ્રેષ્ઠીઓને આ બાબતનો ખ્યાલ પણ હશે કે કેમ તે બાબત શંકા જાગે છે. શેત્રુંજી ડેમથી માંડીને કાકા. સોમનાથ અને પ્રભાસપાટણ જેવા જેન, રવ અને વૈષ્ણવ તીર્થધામોથી ઊભરાતા આખાયે સૌરાષ્ટ્રના સાગઠ્ઠાદાને Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104