Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 51
________________ સુણજો રે ભાઈ સાદ ૩૯ : એડિટિવ્સ ભેળવીને લેઈ ચલતો પૂર્ણે ઉદ્યોગપતિ તેને ‘નૂડલ્સ'ના નામે વેચશે તો તે હોંશે હોંશે ખાશે. આવા અભણ ભણેલા’ને ખીચડી જેવું આરોગ્યદાયી ખાણું ખાતો કરવો હોય તો 'ખીચડી'ને કોઈક ‘ચાઈનીઝ’ કે ‘મેક્સિકન’ નામ આપવું પડે. ડાર્વિન ભલે ઉત્ક્રાંતિની ગમે તેટલી વાતો કરતો હોય કે વીસમી સદીમાં માણસે કરેલી પ્રગતિનાં બણગાં ભલે ચારે ખજુ ફૂકાતાં હોય, પણ ખાણીપીણી આરોગ્ય-આનંદ અને પૃથ્વી પરના જીવનના ભવિષ્યની બાબતમાં આપણી વીસમી સદીના પ્રગતિશીલ માનવીઓએ જે ખતરનાક નાદાનિયત દાખવી છે તે જાણવાની થોડી પણ ઈંતેજારીવાળાને જહોન રોબિન્સનાં ડાયેટ ફોર એ ન્યૂ અમેરિકાનાં પાનાં ફેરવી જવાની ભલામણ છે. એ નાદાનિયતના કાંટા પાછા ફેરવવા હોય તો તે ભણીનાં ઘણાં પગલાંઓમાંનું એક પગલું તે આવા હેલ્થ ફૂડ સ્ટોર જરૂર છે.. ચાલો, બેસતા વર્ષના સપરમા દિવસે ભરાતી આ પા-પા પગલીને અંતરના ઉમંગથી વધાવી લઈએ. . (૪ ઓક્ટો, ૧૯૯૦) બાપીકી મૂડીળી શોધ આંધળા ઉધોગીકરણને પગલે પગલે સિમેન્ટ, કોંકીટ અને આર.સી.સી.નું આક્રમણ થયું તે પહેલાં આપણા દેશમાં મંદિરોથી માંડીને મહેલો અને હવેલી સુધીનાં સઘળાં સ્થાપત્યો ચૂના વડે બાંધવામાં આવતાં. સાંભળવા મુજબ ચૂનામાં ગોળ, ગૂગળ, કાપો જેવાં અનેક દ્રવ્યો નાખી તેને યોગ્ય વિધિપૂર્વક પાણીમાં કહોવડાવીને તથા પીસીને એવો મજબૂત બનાવાતો કે સેંકડો વર્ષો પછી પણ એ બાંધકામને ઉની આંચ ન આવે. વિસરાતી જતી આ કળાને ઉગારી લઈ પુનર્જીવિત કરવી તે આપણું સૌનું કર્તવ્ય છે. જામનગરમાં બનતા એક જૈનમંદિર તથા ઉપાશ્રય (ધર્મસ્થાન)ને સંપૂર્ણપણે (સિમેન્ટના બદલે) ચૂનો વાપરી બનાવવાનું વિચારેલ છે તો આ બાબતની જે પણ જાણકારી, અનુભવ જેને હોય તે માહિતી મોકલશે અથવા તો ધંધાદારી રીતે કે માનદ્ પોતાના અનુભવનો લાભ આપવાની ઇચ્છા ધરાવશે તેના આભારી થઈશું. પ્રાચીન પદ્ધતિએ મકાન બાંધવાની કોઈપણ જાણકારી નીચેના સરનામે મોક્લશો. શ્રી અનિલકુમાર દલપતલાલ શાહ બીજે માળ, શીતલ ભુવન, શીતલબાગ, વાલકેશ્વર, મુંબઈ-૬. ફોન: ૩૬૩૩૬૮૭. (વર્તમાનપત્રમાં આપેલી નોધના આધારે) Jain Education International For Personal & Private Use Only www jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104