Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 50
________________ ૩૮ ---------------------- = {ભાઈ સાદ હોવાથી પર્યાવરણ શુદ્ધિ અને પ્રદૂષણ ટ્રીટમેન્ટને નામે તેમણે જે નવાં નવાં. સાધનો બજારમાં મૂક્યાં છે તે સાધનોની નિર્દોષતાની બરાબર ચકાસણી થાય તે પહેલાં જ તેને પ્રચારમાં મૂકી દેવાનું તેમનું વલણ પણ જણાવ્યું. દા.ત. જે ઘરમાં ટી.વી., ફીજ જેવાં સાધનો હોય તેવા ઘરમાં ટી.વી. ફીજ વગેરેમાંથી નીકળતા પોઝિટિવ આયન્સને કારણે વાતાવરણ વિકૃત થતું હોવાથી તે ઘરમાં રહેનારાના આરોગ્ય પર વિપરીત અસર થાય છે. આનો સાચો ઉપાયે આવાં સાધનોનો ઉપયોગ ટાળવો કે ઓછો કરવો તે છે. તેના બદલે પશ્ચિમની મલ્ટિનેશનલ કંપનીઓએ લોકોની પર્યાવરણવિષયક આવી જાગૃતિને પણ અંગત નફામાં પલટાવી દેવા માટે ઈલેક્ટ્રિક વડે ચાલતા ‘આયનાઈઝર’ જેવાં સાધનો બજારમાં મૂક્યાં છે, જેનાથી થતાં નુકસાનો જાણમાં આવશે ત્યારે આ જ કંપનીઓ તેની સામે બીજું સાધન બનાવી પોતાનો ધંધો તો “અખંડ ચાલુ જ રાખશે. આવી ઊંડી વિચારણાને અભાવે આવા કેટલાક અખતરાના સ્ટેજમાં રહેલાં સાધનો કે દરિયાઈ વનસ્પતિ જેવાં કેટલાંક શાક પણ તેમાં વેચાશે પણ તેના માલિકોની આ પાછળની જંગી નફો રળવાની નહિ પણ મિશનરી ભાવના જોતાં એમ લાગે છે કે શરૂઆતના તબકકામાં કેટલીક ખામીઓ રહી જશે તો પણ તેમની આગળ યોગ્ય વાત રજૂ કરવામાં આવશે તો તેઓ તેનો સ્વીકાર કરતાં ખચકાટ નહિ અનુભવે. " જાપાનની માઈક્રો-બાયોટિક મુવમેન્ટથી માંડીને યુરોપ-અમેરિકામાં “નેચર ફૂડ સ્ટોરઅને “હેલ્થ ફૂડ સ્ટોર’ને નામે વ્યાપક બનેલો આ વિચાર ઉપરછલ્લી રીતે જોતાં આપણે ત્યાં નવો લાગે પણ હકીકતમાં જોઈએ તો આપણા દેશના ગામડે ગામડે આવેલી ગાંધીની કે કરિયાણાની દુકાન પણ હેલ્થ ફૂડ’ કે ‘નેચર ફૂડ’નાં મોટાં મોટાં બેનર વગરના વાસ્તવિક હેલ્થ ફૂડ સ્ટોર’ જ હતા, કારણ કે તેમાં વેચાતી બધી વસ્તુઓ આરોગ્યને માટે ઉપરકારક હતી. પણ આપણે પશ્ચિમના રવાડે ચડી જઈને જંકફૂડથી લઈને જંતુનાશક ઝેર અને બનાવટી ખાતરો દ્વારા પેદા કરાયેલ અનાજ-કઠોળ” ખાવા રાધી આગળ વધી ગયા અને હવે એ જ પશ્ચિમનું અનુકરણ કરી પાછા નેચર ફૂડ’ સુધી આવી જઈ એક આખું વર્તુળ પૂરું કર્યું છે. સ્કૂલ-કોલેજનું શિક્ષણ પામેલી આપણી નવી પેઢીની એ એક કમનસીબી છે કે તેમનાં અભણ દાદીમાં ઘરમાં પ્રેમથી બનાવેલી ચોખા ઘઉના મેદાની સેવ પીરસશે તો મોં મચકોડશે. જ્યારે એ જ ઘઉની સેવમાં અખાદ્ય પ્રિઝર્વેટિસ કે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104