Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 49
________________ સુણજો રે ભાઈ સાદ વિટામિનનો વી’ પણ ન જાણનાર આપણા અભણ ગામડિયાં ઘરે ઘરે ખાંડણિયામાં સાંબેલાથી ડાંગર ખાંડીને જે ચોખા તૈયાર કરતા તે આપણે ખાઈએ છીએ તેવા સફેદ નહોતા હતા પરંતુ રાઈસ મિલોમાં પોલિશ કરાયેલા આપણા ચોખામાં જે વિટામિનો નષ્ટ થઈ જાય છે એ બધાં વિટામિનો હાથછડના એ ચોખાના ઉપલા બ્રાઉન પડમાં ટકી રહેતાં. વિનોબા ભાવે જ્યારે પદયાત્રા કરતા ત્યારે ગામડે ગામડે હાથછડના ચોખામાં કેટલું પોષણ છે તે સમજાવી લોકોને રાઈસ મિલના ચોખા ન વાપરવાનું કહેતા. હાથછડના આ ચોખા અત્યંત સ્વાદિષ્ટ હોવાથી જો તેમાં યોગ્ય રીતે દિવેલ ન ભેળવવામાં આવે કે પારો ન નાખવામાં આવે તો તેમાં ઈયળો થઈ જતી હોય છે. આથી એક ભાઈએ તેમને ભરસભામાં પૂછયું : . પણ હાથછડના ચોખામાં તો જીવાત થઈ જતી હોય છે તેનું શું ?' વિનોબાએ પટ દઈને પોતાની ચબરાણ્યિા શૈલીમાં ઉત્તર વાળેલો : “જીવાત પણ સમજતી હોય છે કે પોષણ શામાં છે અને માટે હાથછડના ચોખામાં જ પડે છે. જ્યારે તમે ભણેલા એટલું ય સમજી શકતા નથી.’ આવા તદ્દન હાયછડના તો નહિ પરંતુ પોલિશ કર્યા વગરના બ્રાઉન રાઈસ પણ આ સ્ટોરમાં રખાશે. ધીમે ધીમે જો કોનો પ્રતિભાવ સારો સાંપડે તો સ્ટોરમાં જ હાથે દળવાની ઘંટી કે ખાંડણિયું રાખીને લોકોને મજૂરી ચૂકવીને હાથઘંટીથી દળેલો આટો કે ખાંડણિયામાં ખાંડેલા ચોખા પણ પૂરા પાડી શકાય. ખાણી-પીણી ઉપરાંત પોલિએસ્ટર, રેલીન, ટેરીકોટન જેવાં કૃત્રિમ રેસાનાં હાનિકારક વસ્ત્રોને બદલે ખાદી તથા મિલનાં સુતરાઉ કપડાં પણ ત્યાંથી મળી શકશે. તેવી જ રીતે પર્યાવરણ-આરોગ્ય વિષયક અનેક ભાષાઓનાં પુસ્તકો ત્યાં રાખવાનો પણ ખ્યાલ છે. ડિટર્જન્ટ જેવાં ખતરનાક કેમિકલ્સ તથા કતલ કરાયેલાં પ્રાણીઓની ચરબીથી મુક્ત સાબુ જેવાં સ્નાનનાં ઉપકરણો ઉપરાંત અનેક પ્રકારની આયુર્વેદિક પ્રોડકટ્સ પણ ત્યાંથી મળશે. . જો કે કવિતા મુખીના મગજમાં પણ આ વિષેના બધા સ્પષ્ટ ખ્યાલો ન હોય તેથી કે પછી આયુર્વેદના વિરાટ અભ્યાસને અભાવે “નેચરલ આઈરાકીમ’ જેવી આયુર્વેદની દષ્ટિએ વિવાદાસ્પદ ગણી શકાય તેવી કેટલીક વસ્તુઓ વેચવાનો પણ તેમનો ઈરાદો જણાવ્યો. તે ઉપરાંત પશ્ચિમમાં આવી લોકોપયોગૈ મુવમેન્ટનું પણ કેટલીક કંપનીઓએ વેપારીકરણ કરી નાખ્યું Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104