Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 52
________________ ગુજરાતની મચ્છીમાર સરકારનો કાન કોઈ પકડશે ખરું ? તા. ૨૩મે, ૧૯૯૦ના ટાઈમ્સ ઓફ ઇન્ડિયામાં પ્રસિદ્ધ થયેલા સમાચાર અનુસાર ગુજરાતના મચ્છીમારી (તેને મત્સ્યોદ્યોગનું રૂડું રૂપાળું નામ આપવું તે તો ઉદ્યોગ શબ્દની વિડંબના છે. આ સરકાર તો આવતી કાલે દારૂ, જુગાર અને વેશ્યાગીરીને પણ દારૂ ઉઘોગ, જુગાર ઉઘોગ તથા વેશ્યા ઉઘોગનું નામ આપી તેને પણ સન્માનીય પ્રવૃત્તિ તરીકે ઉપસાવવાની કોશિરા કરશે !) ખાતાના પ્રધાન શ્રી દિલીપ સંઘાણીએ જાહેર કરેલું છે કે તેમનું ખાતું આ વર્ષે ૪૨ કરોડ જેટલાં માછલીનાં બીજો પેદા કરશે જે ગયા વર્ષ કરતાં સીધાં બમણાં હશે. આ ઉપરાંત માછલીઓ પેદા કરવા માટે (અહીં ખરેખર તો મારવા માટે’ એમ વાંચવું) નવાં નવાં તળાવો તૈયાર કરવામાં આવશે તથા જૂનાં તળાવોમાં એવા સુધારા (!) કરવામાં આવશે કે જેથી વધુ માછલીઓ મારી શકાય. મચ્છીમારીમાં મોટા પ્રમાણમાં વધારો કરવા માટે ચાઈનીઝ પદ્ધતિનો ઉપયોગ કરવાની પણ તેમણે જાહેરાત કરેલ. ૪૨ કરોડ માછલાનાં બીજનો અર્થ એ કે દરેક ગુજરાતી દીઠ દસ કરતાં વધુ માછલાં મારવાનું પાપ આ સરકાર કરશે અને આવાં હિંસક કામો માટેના પૈસા સરકાર પાસે આપણે ભરતા કર દ્વારા જ એકઠા થતા હોવાથી તે પાપ આપણે માથે ચોંટીને રહેવાનું. જે દેશમાં કબૂતરને જાર, કૂતરાને રોટલા અને કીડિયારે આટાની સાથે સાથે લોકો નદી કે તળાવે જઈ નાની નાની ગોળીઓ કે ચણા જેવી વસ્તુઓ માછલાંને પણ ખવડાવતા જેથી તે ખાઈને સંતુષ્ટ બનેલાં માછલાં ખોરાક માટે નાનાં માછલાંને ન મારે, તે દેશના કમનસીબે એવી સરકારો છેલ્લાં ચાલીસ વર્ષથી તેમના માથે મારવામાં આવી છે કે જે પ્રજાના આવા અનુકંપાના ભાવોને ખીલવવાને બદલે ગામડે ગામડે મચ્છીમારીનાં કેન્દ્રો ખોલવા કટિબદ્ધ છે. ધાર્મિક પ્રસંગોમાં હાજર રહે ત્યારે ધર્મગુરુઓને પણ ઉપદેશ આપવાનો પોતાનો અધિકાર સમજતા આ રાજકારણીઓ કેટલા જૂઠા છે અને Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104