Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 45
________________ Jain Education International · હેલ્થ ફૂડનો ક્રેઝ હવે મુંબઈમાં : કવિતા મુખી હાથના છડેલા ચોખા અને રસાયણમુક્ત ગોળની દુકાન ઓસીને યુવતીઓને ડોશીમાનું વૈદું ભણાવે છે. સિડનહામ કૉલેજમાંથી બી.કોમ. થયેલી કવિતા મુખી આમ તો બીજી સામાન્ય યુવતીઓ જેવી જ એક યુવતી હતી. લગ્ન કર્યા પછી એક દીકરાને જન્મ આપ્યો ત્યાં સુધી તેમનામાં કાંઈ જ અસામાન્ય નહોતું. મોટા ભાગની મોડર્ન માતાઓનાં બાળકોની જેમ તેના દીકરાને પણ દૂધ ન પચવાથી માંડીને સુલડીપણા સુધીની અનેક ફરિયાદો હતી. રોજની આ ફરિયાદોથી ત્રાસીને કવિતા મુખી તેના દીકરાને દુનિયાથી સૌથી શ્રેષ્ઠ તબીબી સારવાર મળશે તેવા ભ્રમથી અમેરિકામાં ફ્લોરિડા ખાતે રહેતાં તેનાં માતાપિતા પાસે લઈ ગઈ. સ્મેલોપયી જગતના શ્રેષ્ઠ ગણાતા અમેરિકન ડૉક્ટરોની સારવાર પછી પણ તેના બાળકની તબિયત સુધરવાને બદલે બગડતી ગઈ ત્યારે તેણે ગંભીર વિચારણા રારૂ કરી. બીજી માતાઓની જેમ એક ડૉકટર છોડીને બીજા ડૉક્ટરની પાછળ ચલકચલાણુ રમવાને બદલે આરોગ્યના પાયાના નિયમો. વિશે પોતે જ જાણકારી પ્રાપ્ત કરવાનું નક્કી કર્યું. એલોપથીથી ત્રાસેલા-દક્ઝેલા લોકોએ દેશી ઔષધિઓ અને ખાણીપીણીની જૂની રીતરસમો ઉપર આધારિત પોષણની એક આખી વિચારસરણી અમેરિકામાં ઊભી કરી છે. તેના વર્ગો ફ્લોરિડા અને ટેકસાસમાં ત્રણ વર્ષ સુધી ભરીને મુંબઈ પાછી ફરેલી કવિતા મુખીએ હવે ભારતની યુવતીઓને પણ ડોશીમાનું વૈદું ૧૯૮૬થી ભણાવવાનું શરૂ કરેલું છે. બાળકના જન્મ જેવી તદ્દન નૈસર્ગિક સહજ પ્રક્રિયાને હિંદુસ્તાનનાં લાખો ગામડાઓમાં નિરક્ષર દાયણો પેઢી દર પેઢી પ્રાપ્ત કૌશલથી સહજમાં પતાવી દેતી. આપણાં, શાળા-કૉલેજનાં પાઠ્યપુસ્તકોમાં દાયણોને પછાત કહીને ભાંડવામાં આવતી હોવાી આજે આ કુદરતી પ્રક્રિયા સિઝેરિયનના નામે ચીરફાડ સુધી અટપટી બની ગઈ છે. કદાચ એટલે આજકાલના જુવાનિયાઓમાં જેની માએ સવાશેર સૂંઠ ખાધી હોય તેવા ભડના દીકરા જોવા મળતા નથી. આધુનિક વિજ્ઞાને બાળજન્મની આ પ્રક્રિયાને જે રીતે અટપટી અને જટિલ For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104