Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 44
________________ ૩ ૨ -- ~ ~ -~ ~~ - ~ ~~ -~~ ~ - ~~~~~ - ~ ~ - ~ સુણજો રે ભાઈ સાદ જ્યાં માંસાહારનો ઝાઝો છોઈ પણ નથી તેવા ઇંગ્લેન્ડ જેવા દેશોમાં પણ Chickens LIB (P.O. Box 2, HOLMFIRTH, HUDDERSFIELD. HD 7 1 9 T U ) જેવી સંસ્થાઓ વર્ષોથી લડી-ઝઘડીને ઘણી બર્બરતાઓ દૂર કરાવવામાં પ્રજાનો સાથ મેળવી શફી છે તો અનુકંપાની લાગણીઓથી ભર્યાભર્યા આ દેશમાં આવા અમાનુષી અત્યાચારોને શું સદંતર અટકાવી ન શકાય ? ? ખાસ કરીને જ્યાં સુધી આ દેશમાં આ બર્બરતા હજી પ્રાથમિક તબક્કામાં જ છે ત્યાં સુધી તેને મળતા સરકારી બિનસરકારી પ્રોત્સાહનો પર રોક લાવી તેને જરૂર ડામી શકાશે. જાગરૂક નાગરિકો જો એમાં ચૂક્યા તો એકબાજુ શાળાનાં પાઠ્યપુસ્તકોમાં “રે પંખીડાં સુખથી ચણજો !”નાં ગીતડાં ગવાતાં રહેશે અને બીજી બાજુ લાખો-કરોડો. પક્ષીઓના આર્તનાદ અને ચિચિયારીઓથી હિંદુસ્તાનનું ગગન ગાજી ઊઠશે અને આપણે એ ન ભૂલવું જોઈએ કે હિંસા અને પૂરતા ચેપી તો હોય જ છે પરંતુ ચક્રવૃદ્ધિ વ્યાજની જેમ, વધતી હોય છે. આજે મરધીને કાપી નાખવા ટેવાયેલા હાથ આવતી કાલે પોતાની સગી પત્નીને કે દેશવાસીને પણ જીવતા સળગાવી દેતાં વિચાર નહિ કરે ! ચોરી કરતાં પકડાઈ ગર્યો અને કાંડાં કાપવાની સજા થઈ ત્યારે પોતાને નાનપણમાં નાની ચોરી કરતાં ન અટકાવી મોટો ચોર બનાવવામાં કારણભૂત બનનાર માને દોષિત ગણી તેના કાંડાં કાપી નાખનાર ચોરની વાર્તાથી, સુજ્ઞ વાચક અજાણ નહિ જ હોય ! Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104