Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 43
________________ સુણજો રે ભાઈ સાદ, મરઘા-મરઘીને જો કુદરતી જીવન જીવવા દેવામાં આવે તો તેઓ છ થી સાત વર્ષ સુધી આરામથી જીવતા હોય છે તેના બદલે ઈંડાં આપતી મરઘીને તે ૧૮ થી ૨૦ અઠવાડિયાની થાય ત્યારથી તેની પાસે વધુ ને વધુ ઈંડાં પેદા કરી તે અંદાજે ૭૬ અઠવાડિયાં જેવડી થાય ત્યાં સુધી તેને આ રીતે ચૂસી લઈ પછી મારી જ નાખવામાં આવે છે. જ્યારે ચીકન માટે ઉછેરાતા “બ્રોઈલર’નો પાંચથી સાત અઠવાડિયામાં ફેંસલો કરી દેવામાં આવે છે. . . અહમદનગર પાસે બની રહેલા આવા જ એક વિશાળ બ્રોઈલર કતલખાનાનો પ્રોજેક્ટ- રિપોર્ટ વાંચીએ તો આ “જીવતાં જીવોને કેવી રીતે એક “જણસની જેમ ‘ટ્રીટ' કરવામાં આવે છે તેનો ખ્યાલ આવે. કારખાનામાં જેમ “કન્વેયર બેલ્ટ'માં વસ્તુઓ પસાર થાય તેમ આ કતલખાનામાં મરઘાઓને એક કલાકના એક હજાર (એક મિનિટના સત્તર)ની ઝડપે ઊધા લટકાવેલી હાલતમાં કન્વેયર બેલ્ટ પરથી પસાર કરવામાં આવશે. બ્લીડીંગ પરફેક્ટ થાય તે માટે તેને ઇલે.નો હળવો આંચકો આપી ‘હલાલ કટરથી મારવામાં આવશે. ત્યાર પછી તેના લોહીનો પણ ઉપયોગ કરવા તેનું લોહી એક ટ્રેમાં ઝીલી લઈ, પછી પંખીને ઊકળતા પાણીના કુંડમાં ઝબોળી, પ્લેકીંગ મશીનમાં તેના પીછાં કાઢી, તે પછી હાથથી જ તેના આંતરડાં ખેંચી કાઢવામાં આવશે. એ પછી તૈયાર થયેલાં માંસને મુંબઈની મોટી ફાઈવ-સ્ટાર હોટલો, જુદી જુદી એરલાઈન્સના કીચન અને મોટી કંપનીઓની કેન્ટીનોમાં પહોંચાડવામાં આવશે. લગ્ન અને વેવિશાળથી માંડીને અનેક પ્રસંગોમાં હોંશે-હોંશે આઈસ્ક્રીમ પીરસતા ને નાના બાળકને બિકિટનું પેકેટ અપાવી દઈ ચૂપ રાખતા લોકોથી માંડીને બ્રેડ અને શેમ્પ સુધીની અનેક ચીજવસ્તુઓ વાપરતા લોકોને કદાચ ખ્યાલ પણ નહિ હોય કે આ અને આવી બીજી ઘણી રોજિંદા વપરાશની વસ્તુઓમાં ઈંડાંનો ઉપયોગ થાય છે. માત્ર પરંપરાગત ધાર્મિક દષ્ટિએ જ નહિ પણ સુસંસ્કૃત માનવ સભ્યતાની દષ્ટિથી પણ અક્ષમ્ય કહેવાય તેવા અપરાધો આચરતી પોલ્ટી ઈન્ડસ્ટ્રીના સ્થાપિત હિતનો તથા તેમને અનેકવિધ સવલતો પૂરી પાડતી સરકારનો કાન આમળી શકે તેવા થોડાક કટિબદ્ધ લોકોની રાહ યાતના-છાવણીઓમાં રિબાતી મરઘીઓ જોઈ રહી છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104