Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 41
________________ ૨૯ સુણજો રે ભાઈ સાદ પેદા કરવાની લાહ્યમાં આધુનિક “માણસે ઈ.સ. ૧૯૪૦ના અરસામાં મરઘીઓને મોટા પાયા પર જાળીવાળા પાંજરામાં પૂરી વધુ ‘ઉત્પાદન લેવાનું શરૂ કર્યું. એ જમાનામાં કુદરતી રીતે મરઘીઓ વર્ષે બે-એક ડઝન જેટલાં ઈંડાં આપતી. તેના બદલે તેના જીન્સ’ સાથે અનેક પ્રકારની છેડાછેડ કરીને અત્યારે તેને વર્ષમાં ૩૦૦ ઈંડાં પેદા કરતી કરવામાં આવી છે. એક જીવંત નારી અસ્તિત્વને પોતાની કુદરતી ક્ષમતા કરતાં બાર-તેર ગણા વધારે બચ્ચાં જણવાની ફરજ પાડવામાં કેટલી કૂરતા રહેલી છે તે તો કદાચ કોઈ નારી જ સમજી શકે ! સરખામણી ખાતર તુલના કરવી હોય તો કહી શકાય કે વર્ષે એક બાળક પેદા કરવાની ક્ષમતા ધરાવનાર માનવ-સ્ત્રીની ગર્ભધારણ પ્રક્યિા સાથે વાનર-ચેડાં કરીને તેને દર વર્ષે બાર બચ્ચાં પેદા કરવા ફરજ પાડવામાં આવે તો તે સ્ત્રીની શી દશા થાય ? આના કરતાં બૂરી દશા એ મરધીની કરવામાં આવે છે. - શરમની વાત તો એ છે કે આ અને આવી બીજી સંખ્યાબંધ જંગલિયત જે પોસ્ટ્રી ફેક્ટરીઓમાં આચરવામાં આવે છે તેની સાથે કડક હાથે કામ લઈ તેને અટકાવવાની વાત તો દૂર રહી, આપણી સરકાર પોસ્ટ્રી ફાર્મ્સની આ ‘જંગલી બહાદુરી’ના શિરપાવ તરીકે તેમને ઈન્કમટેક્ષમાં ૩૩ ટકા માફીથી માંડીને બીજી અનેક જાતભાતની સવલતો પૂરી પાડે છે. - ભારત સરકારે ખુદે બનાવેલા પ્રિવેન્શન ઓફ કુઅલી ટુ એનિમલ્સ ઍકટની કલમ ૧૧ (ઈ) મુજબ કોઈપણ પશુ-પંખીને વાજબી હલનચલનની તક ન મળે તેવાં સાંકડા પાંજરામાં પૂરવાં તે ગુનો બને છે અને છતાં પણ પોતાનો માલ ખપાવવા ઈડાંનાં ગુણગાન ગાતી કરોડો રૂપિયાની જાહેરખબરો છપાવતા શ્રીમંત કસાઈઓ તેમનાં પોલ્ટી કતલખાનાઓમાં એક- એક પાંજરામાં ઠાંસી-ઠાંસીને મરઘીઓને રાખતા હોય છે. અને આઈ.ડી.બી.આઈ., આઈ.એફ.સી.આઈ., આઈ. સી.આઈ.સી.આઈ., એસ.બી.આઈ. જેવી બેંકો આ ગુનાહિત પ્રવૃત્તિઓ ધમધોકાર ચાલે તે માટે કરોડો રૂપિયાની લોનો આપતી હોય છે. બીજાં બધાં પક્ષીઓ કરતાં મરઘા મરથીઓ એટલા બધા ‘લાઈટસેન્સિટિવ હોય છે કે હજી તો સૂર્ય ઊગ્યો પણ ન હોય ત્યાં ભળભાંખળાનું આછું અજવાળું તેમને “કૂકડે...ફૂ.’’ કરતા કરી મૂકે છે. આટલી ઊંચી પ્રકાશ સંવેદનશીલતા ધરાવતા આ પંખીઓને તેઓ વધુ ને વધુ ઈડાં આપવા Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104