Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 39
________________ સુણજો રે ભાઈ સાદ ૨૭. વધુમાં વધુ પાક લેવાના ગાંડપણમાં આપણે સંકર બિયારણ ને બનાવટી ખાતરનાં રવાડે ચડ્યા. પરિણામે પાકની રોગપ્રતિકારક શક્તિ ઘટી, અને જંતુનારાકોને પ્રવેશ મળ્યો. અનાજનું ઉત્પાદન વધારવા માટે નહીં પરંતુ જંતુનારાકોને પ્રવેરા અપાવવા સંકર બિયારણનો વપરાશ વધારવામાં આવી રહ્યો છે, તે વાત પ્રજાના ખ્યાલ બહાર ગઈ. વર્ષના બબ્બે ત્રણ ત્રણ પાક લેવાની સિદ્ધિનાં બણગાં ફૂંકતી વેળા એ સદંતર ભૂલી ગયા કે એક જ. પાક લેતાં ખેડૂત તે પાક લણી લે પછી ખેતર ખાલી પડતું. તેવા ખેતરમાં જીવન ટકાવી રાખવા કોઈ આહાર દ્રવ્ય ન મળતાં જીવાતોની અનેક જાતો પર કુદરતી રીતે જ અંકુશ આવી જતો. Jain Education International ખેર ! રાષ્ટ્રીય સ્તર પર કદાચ બહુરાષ્ટ્રીય કંપનીઓના વિરાટ સ્થાપિત હિતો સામે ઝઝૂમવું અઘરું હોય તો પણ છેવટે ગુજરાત પૂરતું ય નવા પ્રધાનમંડળના પ્રધાનો સુધી ‘આધુનિક ખેતી'નાં દુષ્પરિણામોની વાતો જાગરૂક નાગરિકો દ્વારા પહોંચાડાય અને ગુજરાતના સ્તરે પણ આ વિષચક્રને મળતું સરકારી પ્રોત્સાહન અટકે તોય ઘણું.. For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104