Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 38
________________ ૨૬ સુણજો રે ભાઈ સાદ સરેરારા ભારતીયને તેના દેનિક ખોરાકમાં ૦.૨૭ મિલિગ્રામ ડી.. પણ પેટમાં પધરાવવું પડે છે, જેના પરિણામે સરેરાશ ભારતીયના શરીરનાં ટીસ્યુમાં એકત્રિત થયેલા ડી.ડી.ટી.નું સ્તર (૧૨.૮ થી ૩૧.૦૦ પી.પી.એમ.) વિશ્વમાં સૌથી ઊંચું છે. દિલ્હીવાસીઓના શરીરની ચરબીમાં રહેલા જંતુનાશકોનું સ્તર પણ વિશ્વમાં સૌથી ઊંચું છે. કહેવાય છે કે ઘઉમાં ૧.૬થી ૧૭.૪ પી.પી.એમ., ચોખામાં ૦.૮ થી ૧૬.૪ પી.પી.એમ., કઠોળમાં. ૨.૯ થી ૧૬.૯, મગફળીમાં ૩.૦ થી ૧૯.૧, શાકભાજીમાં ૫.૦૦ તથા બટાટામાં ૬૮.૫ પી.પી.એમ. સુધી ડી.ડી.ટી. નોંધાયેલ છે. અનાજ, કઠોળ; દૂધ, ઈંડાં, માંસ અને શાકભાજીના ચકાસાયેલા નમૂનાઓમાંથી અડધોઅડધમાં જંતુનાશકોના અંશો રહી ગયેલા જોવા મળ્યા હતા, અને ત્રીજા ભાગના નમૂનાઓમાં તો આ અંશો WHO દ્વારા સૂચવાયેલ સહ્યમાત્રા કરતાં પણ વધુ હતા. મહારાષ્ટ્રમાં ડેરી દ્વારા બોટલમાં વેચાતા દૂધના ૭૦% નમૂનાઓમાં ડી.ડી.ટી.ના ૪.૮ થી ૬.૩ પી.પી.એમ. અને દિલ્હીનના ૧.૯ થી ૬.૩ પી.પી.એમ. જોવા મળેલ. જ્યારે બંનેની સહ્યમાત્રા ફક્ત ૦.૬૬ પી.પી.એમ.ની જ છે. ડી.ડી.ટી...અને બી.એચ.સી.ના અનુક્રમે સરેરાશ ૩.૬ અને ૨.૬ , પી.પી.એમ. માખણમાં જોવા મળ્યા હતા, જ્યાં સહ્યમાત્રા માત્ર ૧.૨૫ - - પી પી એમની છે. આવા વિષોના સતત વપરાશને કારણે ભૂગર્ભજળ, નદી-નાળાં, તળાવો વિગેરે દૂષિત થયાં છે. કર્ણાટકના હસન જિલ્લાના તળાવોના પીવાના પાણીમાં તો ૦.૦૨ થી લઈને ૦.૨ પી.પી.એમ. સુધી જંતુનારાકો જોવા મળેલા, જ્યારે કાવેરીમાં ૧૦૦૦ પી.પી.બી. (પાર્ટસ પર બિલિયન) બી.એચ.સી.ના તથા ૧૩૦૦ પી.પી.બી. પેરેયિયનના જોવા મળેલા. . સસ્તુ સાહિત્ય' દ્વારા છાપવામાં આવેલા ‘આર્યભિષક’ નામના ૧૦૦ વર્ષ પહેલાં લખાયેલ વનસ્પતિ- ઓષધિવિષયક એક ગ્રંથમાં એવો ઉલ્લેખ છે કે અનાજમાં લીલાં (કા નહિ તેવાં) મીંઢળનાં ફળ રાખી મૂકવામાં આવે તો પારા નાંખેલા અનાજ કરતાં પણ અનાજ વધુ સારી રીતે સચવાય છે. પેઢી દર પેઢી બહેનોની એક પેઢી પાસેથી બીજી પેઢીને વાતાવાતમાં મળી જતા અનુભવ જ્ઞાનનો આવો કેટલો વારસો સ્કૂલ કૉલેજોમાં ભણેલી આપણી શિક્ષિત બહેનોએ જાળવ્યો હશે ! For Personal Jain Education International www.jainelibrary.org Private Use OnlyPage Navigation
1 ... 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104