Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 37
________________ સુણજો રે ભાઈ સાદ ૨૫ અનાજ સંઘરવા માટે સૌથી અસરકારક ગણાતું એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ મનુષ્યના ખોરાકમાં જવાથી ઝેરી અસર કરે છે. ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યુટ ઑફ મેડિકલ સાયન્સીઝના ડૉક્ટની એક ટુકડીએ ૧૯૮૮માં કરેલા એક સર્વેક્ષણ મુજબ આ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડના ઝેરના જ રોહતક (હરિયાણા)માં ૧૧૪, ઉ.પ્ર.માં ૫૫ અને હિપ્ર.માં ૩૦ કિસ્સા નોંધાયા હતા. મારી બાનું પિયર તારંગાની તળેટીમાં આવેલા ટીંબા-ગામમાં. તેમના કહેવા મુજબ ત્યાં હોંળીના તહેવાર નિમિત્તે ગામહોળી પેટાવવામાં આવતી. જ્યાં હોળી પેટાવવામાં આવી હોય તે સ્થળે બીજા દિવસે વહેલી સવારે ગામની બધી બહેનો પહોંચી જઈ ખાંળવામાં આવેલાં છાણાં -લાકડાંની રાખ કબજે કરી લેતી, જે અનાજને આખું વર્ષ સારું રાખવા ખપમાં લાગતી. આમ, હોળીના તહેવાર નિમિત્તે જે છાણાં–લાકડાંનો દુવ્યર્ય ર્યો હોવાનું ઉપલક નજરે દેખાય, તે બળેલાં છાણાંલાકડાંની રાખના કણેકણનો ઉપયોગ થઈ જતો. તે એટલા સુધી કે જો બેઈ બહેન થોડીક મોડી પડે તો તેના ભાગે રાખની એક ચપટી પણ ન આવે. દિવેલ નાખવાથી માંડીને રાખ ભેળવવા સુધીની અને ગારમાટીની કોઠીઓમાં ઘરે ઘરે અનાજ સાચવવાની સુંદર વિકેન્દ્રિત વ્યવસ્થા હોય તેને - રફેદફે કરી નાખી, એસ.ટી.સી.ના અબજોના ખર્ચે બનેલાં ગોડાઉનોમાં અનાજ સાથે ઝેર ભેળવીને કરોડોના વહીવટી ખર્ચે અનાજ સંઘરવાની વ્યવસ્થા કરવી (અને તે ય પાછું લાખો ટન અનાજ સડી જાય એ નફામાં) તેને જ પ્રગતિ અને વિકાસ કહીશું? ફોલીડોલ નામના જંતુનાશકના છંટકાવવાળાં ખાંડ અને ઘઉના આટાના વપરાશથી કેરલમાં ૧૦૬ મૃત્યુ નોંધાયેલા. ડી.ડી.ટી., બી.એચ.સી., એલ્ફીન, કલોસડેન, એન્ડ્રીન, મિથાઈલ પેરેયિઓન ટોકસાફેન.અને હાકલોર તથા લિન્ડેન જેવા અનેક જંતુનાશકો કે જેને વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) દ્વારા અત્યંત ઝેરી અને બિનસલામત ગણાવાયા છે, અને જેના વપરાશ ઉપર અનેક દેશોમાં કાં તો સંપૂર્ણ પ્રતિબંધ અથવા કડક નિયંત્રણ છે, તે આપણા દેશમાં છટકી શા માટે વપરાય છે તેનો ખલાસો સંસદ સભ્યોએ અને પ્રજાજનોએ દેશના અને રાજ્યોનાં કૃષિ ખાતાંઓ પાસેથી માંગવો જોઈએ. જો કે સામો ખુલાસો મળવાની સંભાવના ઘણી ઓછી છે કારણ કે રાંક, ધાતોને તેમના સચિવો જે પોપટપાઠ પઢવે તે રટી જવાનો હોય છે. ' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104