Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 42
________________ .૩ ૦ સુણો રે ભાઈ સાદ ઉત્તેજિત થાય તે માટે અઢાર કલાથી લઈને ત્રેવીસ કલાક સુધી સતત કૃત્રિમ પ્રકાશ નીચે રાખવામાં આવે છે, તેમના પાંજરાની નીચે બેઠકની જગ્યાએ પણ જાળી જ હોય છે જેથી ન તો આરામથી બેસી શકાય કે સૂઈ શકાય. બીજી બાજુ આવા કૃત્રિમ ઉછેરથી થતા અનેક રોગોથી તેમને બચાવવા તથા મરઘી વધુ ઈંડાં આપતી રહે અને ચીકન માટેના મરઘા વધુ તગડા થાય તે માટે હોર્મોન્સથી લઈને એન્ટી-બાયોટિફસનો મારો તો આ ગભરુ પંખીડાં ઉપર સતત ચાલુ જ હોય છે. ચારેબાજુથી વરસતા આ ત્રાસની ઝડીથી કંટાળેલા પક્ષીઓ માનસિક તાણ અને ટેન્શન નીચે પાંજરામાં સાથે રહેલા પક્ષીઓ જોડે લડવાનું શરૂ કરી એકબીજાને ચાંચો મારી લોહિયાળ જંગ ખેલે છે પણ પેલા ‘ખેડૂત” અથવા તો “ઉઘોગપતિ’ કસાઈઓને આવું આંતરયુદ્ધ તેમના નફાને અસર કરતું હોવાથી પોસાય તેમ નથી. તેથી તેમણે આ ‘સમસ્યા’નો પણ ઉકેલ શોધી કાઢ્યો છે ! તેમણે વિચાર કર્યો કે આ પક્ષીઓને ચાંચ છે માટે એકબીજાને ચાંચ મારે છે ને ! તેમની ચાંચ જ કાપી નાખી હોય તો “ન રહેગા બાંસ ઓરન બજેગી બાંસુરી !” કુમળાં બચ્ચાંઓની ચાંચ કાપી નાખવાની આ રીતે એટલી ફૂર છે કે વૈજ્ઞાનિકો સુધ્ધાંએ કહેવું પડે છે આપણા નખ નીચે રહેલ કુમળી ચામડીમાં કાપો મૂકવાથી થાય તેટલી વેદના આ પક્ષીઓને તેમની ચાંચ કાપી નાખવાથી થતી હોય છે. આવી પાશવી પ્રવૃત્તિને ધંધો, ઉદ્યોગ કે ખેતીના નામે ઈન્કમટેક્ષની રાહત આપવાથી લઈને અનેક પ્રકારની સબસીડી આપવા પાછળનો સરકારી (કુ) તર્ક એ છે કે તેનાથી લોકોને રોજગારી પૂરી પડે છે. ગોડસેએ ગાંધીને ગોળી મારી તે દિથી આપણી સરકારોએ ખાદી અને ગ્રામોદ્યોગોનું પોટલું બાંધી અભરાઈ પર ચડાવી દીધું છે, તેને નીચે ઉતારવામાં આવે તો પોસ્ટ્રીમાં જેમને રોજી મળે છે તેમના કરતાં હજારો-લાખો ગણા બીજા લોકોને રોજી આપી શકાય, પણ એ વાત ઘડીભર બાજુ પર મૂકીએ તો પણ આશ્ચર્યની બીના તો એ છે કે હવે જે નવા-નવા મોટા પાયા પરના પોસ્ટ્રી કે બ્રોઈલર કતલખાનાંઓ ખૂલી રહ્યા છે તે તો એટલા બધાં યંત્રધારિત છે કે નવી રોજી આપવાની વાત તો બાજુ પર રહી, હાલ રોજી મેળવતા નાના પાયા પર મરઘાં મારતા કસાઈ- ખેડૂતોની રોજી પણ એ છીનવી લેશે. આમ, ઉગી પાયા પર યાંત્રિક પદ્ધતિએ કામ કરતા મોટા કસાઈ ખેડૂતોને કર રાહત તથા બીજી રાહતો આપવામાં તો રોજગારીનો લૂલો પાંગળો તર્ક પણ નથી દર્દી શકતો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104