Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 40
________________ પોલ્ટી ફાર્મ્સ કે “કોન્સન્ટેશન કેપ્સ”? વતનના ગામડાના ઘરના આંગણામાં ઢાળેલા ખાટલામાં તમે મીઠી નીંદર માણતા હોવ ત્યારે ઉષ:કાળના આગમનની છડી પોકારતો કૂકડો હળવેકથી તમને ઊધની અંધારી દુનિયામાંથી પ્રકારની દુનિયામાં દોરી લાવે એ ખ્યાલ કેટલો મજાનો છે ! યંત્રવાદે આપણી પ્રાકૃતિક જીવનશૈલીને જે ભરડો લીધો છે તેના કારણે નવી પેઢીને માટે સવારે વહેલા ઊઠવા માટે એલાર્મ ઘડિયાળ કે ટેલિફોન નિગમનું મોર્નિંગ એલાર્મ જ ભલે બચ્યું હોય, પણ હિંદુસ્તાનના લાખો ગામડાંઓમાં વસતા કરોડો ગ્રામજનોને સવારે વહેલા ઉઠાડી દેવાની જવાબદારી’ ફૂડે...ફૂક’ની બાંગ પોકારનારો ફૂકવે આજેય નિભાવે છે. અને . તે પણ એક પૈસાનુંયે “મોર્નીગ અલાર્મ”નું બિંલ ચડાવ્યા વગર ! એચ. એમ. ટી. ભલે “રાષ્ટ્રના સમય પ્રહરી' હોવાનાં બણગાં ફૂકે, સાચ્ચા ‘ટાઈમકીપર્સ ટુ ધી નેશન’ તો કૉપ્યુટરને પણ ચડી જાય તેવી ચોકસાઈથી ભળભાંખળું થયાની આગાહી કરનાર કુટ-રાજે જ છે ! પરંતુ, આ નગુણી માનવજાત જે રીતે પોલ્ટ બિઝનેસના સુંવાળા નામ નીચે મરઘા-મરઘીઓની સમગ્ર જાત સામે જુલમનો છૂટો દોર શરૂ કર્યો છે તે જોતાં પ્રાતઃકાળની “કૂકડે.. કીક...' ટૂંક સમયમાં જ ભૂતકાળની વાત બની જશે એમ લાગે છે, પછી તમને સાંભળવા મળશે તે હશે પોલ્ટી ફાર્મ્સના કોન્સન્ટ્રરાન કેમ્સમાં રિબાતા લાખો મરઘાઓની યાતનાભૂરી ચિચિયારીઓ. ને વધુને વધુ ઈંડાં પેદા કરી નફો રળવા માટે ઉછેરાતી મરઘીઓને ‘લેયરહેન કહે છે જ્યારે જે મરઘાઓને ખુદને કાપી નાખી તેમનું માંસ વેચવાનું હોય . છે તેને “બોઈલર ચીકન” કહે છે. બંનેના ઉછેર અને કતલમાં આચરાતી - જંગલિયતની રીતમાં ફરક છે. માત્રામાં નહિ. પહેલાં ખેતરોમાં તથા ગામમાં ચારે બાજુ સ્વતંત્રપણે ફરતી રહીને આ મરઘીઓ મત્સ્ય ગલાગલ વાય’ અનુસાર ખેતીના પાકને નુકસાન કરતી જીવાતોને પણ દૂર કરી દેતી ને આમ કુદરતી સંતુલનનું એક જળવાઈ રહેતું, તેથી માનવજાતનો નર્યો ભૌતિક સ્વાર્થ પણ જળવાઈ રહેતો. તેના બદલે વધુ ઈડાં Jain Education International For Personal Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104