Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 36
________________ જંતુનાશકમાંના ‘જંતુ’ શબ્દનો વાસ્તવિક અર્થ “માનવ” છે ? જંતુનાશક દવાઓ છાંટેલા ઘઉંનો લોટ દળી તેને તળીને પૂરી બનાવ્યા પછી પણ, તે ખાનાર લગભગ ૧૫૦ વ્યક્તિ ઉ.પ્ર.ના બસ્તિ જિલ્લામાં તાજેતરમાં મોતના હવાલે થયા એ સમાચારે ફરે એકવાર વિચારોને ચિંતિત કરી દીધા છે. સંકર બિયારણના આગમન પછી જંતુનાશકોના વપરાશમાં થયેલ ઝડપી વધારાને કારણે આજે ફુલ ખેતીલાયક જમીનના ચોથા ભાગમાં આ ઝેરનો વપરાશ શરૂ થઈ ગયો છે. તેમાં અર્ધા કરતાં વધુ હિસ્સો તો ડી.ડી.ટી., બી.એચ.સી. અને મેલેથિઓનનો જ છે. પચાસનાઁ દાયકામાં આ દવાઓના વપરાશ વર્ષે માત્ર ૨૦૦૦ ટનનો હતો, જે આજે વધીને ૮૦,૦૦૦ ટન સુધી પહોંચી ગયો છે. છતાં વકતા તો ત્યાં છે કે જીવાત, રોગ વિગેરેથી થતા પાકના નુકશાન (સંગ્રહ વખતના નુકશાન સાથે)નો આંક્ડો જે ૧૯૭૬માં ૩૩૦૦ કરોડોનો હતો, તે આજે વધીને ૬૦૦૦ કરોડનો થયો છે. ૧૯૬૦-૬૧માં ૬૪ લાખ હેક્ટરમાં આ ઝેર (વાસ્તવમાં તેને દવા તો કેમ કહેવાય ! દવા જીવનનું રક્ષણ કરે, તેને હણે નહીં) નાંખવામાં આવતું. તેના બદલે આજે આઠ કરોડ હેકટરમાં નાંખ્યા પછીનું આ પરિણામ છે. ઓટાવા સ્થિત ‘ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ રીસર્ચ સેન્ટર’ના દાવા મુજબ દર વર્ષે કહેવાતા વિકસતા દેશોમાં જ દશ હજાર લોકો જંતુનાશકોના ઝેરથી મરે છે, અને બીજા ચાર લાખ લોકો તેની જુદી જુદી અવળી અસરોથી રિબાય છે. આવા ઝેરને જંતુનાશકો કહીશું કે માનવભક્ષકો કહીશું ? આનો મુખ્ય શિકાર બને છે ખેતમજૂરો. પશ્ચિમના દેશોમાં જેના ઉપર પ્રતિબંધ મુકાયો હોય તેવાં રસાયણો ત્રીજા વિશ્વમાં ઠલવાતાં હોવાને કારણે આ પરિસ્થિતિ સર્જાય છે. મહારાષ્ટ્ર અને આંધ્રપ્રદેશના કપાસ ઉગાડતા પટ્ટામાં આ જંતુનાશકોના કારણે ખેતમજૂરોમાં અંધાપો, કેન્સર, અંગવિકૃતિઓ, લીવરના રોગો તથા ઞાનતંતુઓના રોગો થવાના કિસ્સા નોંધાયા છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104