Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 34
________________ ૨૨ ણજો રે ભાર્દ સાદ, બાળક વચ્ચે જે અપ્રતિમ સ્નેહની ગાંઠ બંધાય છે તેવું તેના વડે માતા દ્વારા બાળકમાં આનુવંશિક ગુણોના સંક્રમણ દ્વારા થતા સંસ્કારોના આધાનનું વિશેષ મહિમાગાન કરવામાં આવ્યું છે. રામાયણના એક પ્રસંગમાં લંકાવિજય કરીને પાછા ફરતા રામચંદ્રજી, લક્ષ્મણ, સીતા વગેરેને વનમાં તપ કરતી પોતાની માતા અંજનાદેવી પાસે લઈ જઈ જ્યારે હનુમાનજી એક પછી એક મર્યાદાપુરુષોત્તમ રામ, પ્રચંડ શૌર્યના સ્વામી લક્ષ્મણ અને મહાસતી સીતા જેવી વિભૂતિઓનો પરિચય કરાવે છે ત્યારે જે ઉમળકો બતાવવો જોઈએ તે બતાવતાં “ઠીક, હરશે જેવા શબ્દો વાપરી અંજનાદેવી ઉદાસીન રહે છે, ત્યારે આવાં વિશિષ્ટ મહેમાનોનું અપમાન થવાનું લાગવાથી હનુમાનજી મા આગળ ફરિયાદના સૂરમાં પૂછે છે કે “મા આમ કેમ?” તે જ પળે મા અંજનાના સ્તનમાંથી વછૂટતી દૂધની ધારા સામે પડેલી કાળમીંઢ શિલા પર અથડાઈ ઊભી તિરાડ પાડી દે છે, ને અંજનાદેવીનો પુણ્યપ્રકોપ શબ્દોમાં વ્યક્ત થાય છે કે, “એસે દૂધ મેને તેરેકું પીલાયો હનુમાન ! તુંને મેરી કૂખ લજાયો.” રાવણ જેવું એક મગતરું સતી સીતાને . ઉપાડી જાય અને તેમને પાછા લાવવા.છેક રામચંદ્રજી જેવાને લંકા સુધી લાંબા થવું પડે, તો મારું આવું દૂધ પીધા પછી પણ તારામાં એ કૌવત નહોતું કે એકલપંડે સીતાજીને પાછા લાવી રામચંદ્રજીને સુપ્રત કરે ? અને વળી પાછો મોટે ઉપાડે બધાનો પરિચય આપવા આવ્યો છું?' વાર્તામાં કેટલું તથ્ય હશે તે. તો વિદ્વાનો જાણે પરંતુ માના દૂધનો કેવો મહિમા આ દેશમાં હતો તેની સચોટ અભિવ્યક્તિ આ નાનકડા પ્રસંગમાં થઈ છે. ધાવણ છૂટવાના કરાણોનું વર્ણન કરતાં ભાવપ્રકાશના રચયિતા પંડિત ભાવ મિશ્ર લખે છે કે “પુત્રના સ્પર્શથી, દર્શનથી, સ્મરણથી અને તેણે સ્તન પકડવાથી ધાવણ છૂટ છે અને પુત્ર ઉપરનો નિરંતર વહેતો નેહ જ ધાવણનો પ્રવાહ થવામાં કારણરૂપ છે.’ તદ્દન બિનજરૂરી ચીજોનું પ્રજાને વ્યસન પાડનાર જાહેરાતકારોને કળાના નામે હોંશે હોંશે એવોર્ડ સુધ્ધાં આપનાર ભોળા ભાભાઓનો આપણા દેશમાં તથા દુનિયાભરમાં તોટ ન હોવાથી તેઓ ભલે બેબીકૂડના અસ્તિત્વ ન ધરાવતા પણ ગુણોનો પ્રચાર કરે પણ એક વાત તો સૌ કોઈએ કબૂલ કરવી પડશે કે માતાનું ધાવણ મા અને બાળક વચ્ચે જીવનભર સ્નેહની જે ગાંઠ પેદા કરે છે, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104