Book Title: Sunjo re Bhai Sad Author(s): Hitruchivijay Publisher: Viniyog ParivarPage 32
________________ २० ઓફ પિડિએટ્રિક્સ’ના તજ્જ્ઞોની ભલામણથી માતાનું ધાવણ છોડાવ્યા પછી વાપરવા જેનો પ્રચાર કરવામાં આવે છે તેવી ફોરેક્સ, સિરેલક જેવી ચીજોની સરકારી જાહેરાતોનો પ્રતિકાર ભલે કરીએ પરંતુ દરેક નાગરિકે એ સમજી લેવાનું રહેશે કે જ્યાં સુધી આ ઉપભોગવાદી સંસ્કૃતિને જડમૂળથી ઉખાડીને ફેંકી નહિ દેવાય ત્યાં સુધી એક યા બીજા સ્વરૂપે આધુનિક શિક્ષિતો, રશહેરીઓ અને શ્રીમંતોની ત્રિપુટી આવા ઝેરી પદાર્થો આપણા માથે મારતી જ રહેવાની. તેનાથી બચવાનો રસ્તે દરેક વ્યક્તિ કે કુટુંબે પોતે જ નક્કી કરી લેવાનો છે. એસોસિયેશન ફોર કન્ઝયુમર્સ એકશન ઓન સેફ્ટી ઍન્ડ હેલ્થના ડૉ. આર. કે. આનંદના મતે એ રસ્તો એક જ હોઈ શકે કે જેની જાહેરાતો કરાતી હોય તેવી બજારુ ચીજો વાપરવાનું સંદતર બંધ કરી પરાપૂર્વથી ઘરે-ઘરે બનાવવામાં આવતી જાતભાતની વાનગીઓનો જ બાળકથી માંડીને વૃદ્ધો સુધીના સૌના ભોજનમાં સમાવેશ કરવો. તેઓ તો ત્યાં સુધી કહે છે કે જે વસ્તુમાં પોતાનામાં કોઈ ખરેખરો ગુણ ન હોય તેની જ જાહેરાત કરવી પડે માટે જેની જાહેરાત આવતી હોય તે વસ્તુમાં પ્રાયઃ કોઈ તત્ત્વ નહિ જ હોય, તેમ સમજી લેવું. ગુજરાતીમાં એક કહેવત છે કે ‘ઊધતાને જગાડાય, જાગતાને (જાગતો હોય છતાં ઊંધવાનો ડોળ કરતો હોય તેને) કેમ જગાડાય ?' બેબીફૂડનાં અનિષ્ટો અને માના ધાવણની અત્યુત્તમતાથી સરકાર અજાણી હોય તો તેને સમજાવી શકાય, પરંતુ આ બાબત એટલી તો સર્વવિદિત છે કે તેના પ્રત્યેક પાસાથી વાકેફ સરકાર જાણીબૂઝીને બહુરાષ્ટ્રીય કંપનીઓના દબાણ નીચે અને જાહેરાતના પૈસા કમાવાની લાલચ નીચે આવો નિર્ણય કરે ત્યારે તે સરકાર ‘લાતોનું ભૂત’ છે તે સમજી લેવું રહ્યું. Jain Education International સુણો રે ભાઈ સાદ For Personal & Private Use Only ه દૂધમાં પાણી ભેળવીને વેચનાર ગોવાળિયાને દંડ થાય અને અમૂલ સ્પ્રે જેવી બનાવટોની જાહેરાતો કરી-વેચી પૈસા કમાવા માટે ભાવિ પેઢીના આરોગ્યને કાયમી નુક્શાન પહોંચાડનાર અમૂલ કે કુરિયનને ઍવોર્ડો મળે અને તેમની સિદ્ધિઓના યશોગાન ગવાય ત્યારે ‘મૂઠી જારના ચોરની દેવડીએ દંડાવાની અને લાખ ખાંડી લૂંટનારની મહેલોમાં મોજ કરવાની’ વાત ન સમજી શકનાર કરસનદાસ માÌકની યાદ આવ્યા વગર ન રહે. આનો પ્રયાર સરકારી માધ્યમો દ્વારા ન કરી રાકાય તેવો હુકમ બહાર પાડવામાં આવ્યો હતો. www.jainelibrary.orgPage Navigation
1 ... 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104