Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 31
________________ ૧. સુણજે રે ભાઈ સાદ જે “અમૂલ'ની સિદ્ધિઓના ગુણ ગાતાં ડૉ. કુરિયન અને એમના હેળા, ભક્તો થાકતા નથી તે અમૂલે બેબી ફૂડની જાહેરાતો પર પ્રતિબંધ હતો ત્યારે પણ એ પ્રતિબંધને ઘોળીને પી જવા કેવા કેવા ગોરખધંધા કરેલા તેને એક જ દાખલો બસ છે. જ્યારે જ્યારે અમૂલ સ્પે’ જેવી બનાવટોના ભાવ વધાંરવાનો પ્રસંગ આવે ત્યારે ત્યારે છાપાઓમાં એ ભાવવધારાની મોટી મોટી જાહેરાતો છાપી તે જાહેરાતોમાં એકદમ ધ્યાનાકર્ષક રીતે તેની બેબીકૂડની બનાવટોના ડબલાનું ચિત્ર પણ દર્શાવવામાં આવે જેથી આડતરી રીતે તેની જાહેરાત થઈ જાય. પ્રજાના પૈસે દેશ-વિદેશમાં ભણીને બાદશાહી સગવડો ભોગવતા આ લોકો એ જ પ્રજાને ઠગવા કેવી કેવી તરકીબો અજમાવે છે એ જાણ્યા પછી હકીકતમાં તો તેમને ન્યાયની અદાલતમાં ઘસડી જઈ તેમનો જવાબ માગવો જોઈએ એને બદલે પ્રજાકલ્યાણનાં ફિફાં ખાંડનાર સરકારે બેબીકૂડની જાહેરાત પરનો પ્રતિબંધ જ ઉઠાવી લઈ અમૂલવાળા સજ્જનોને બુદ્ધિના આવા દાવપેચ લડાવવાની મહેનતમાંથી જ ઉગારી લીધા છે. • એક રીતે જોઈએ તો આવા પ્રસંગો કહેવાતી લોકશાહી સરકારોના દંભનો પરદો ચીરી નાખવાનું કામ કરે છે. રાજકુમાર,કોલેજોમાં ભણાવવા દ્વારા બગાડાયેલા કેટલાક રાજવીઓના મોજશોખને આગળ કરીને રાજાઓના રાજ ઝૂંટવી લેનાર લોકશાહી તંત્રના પ્રધાનો આજે એ રાજાઓને પણ ટપી જાય તેવા બાદશાહી વૈભવો અને સાલિયાણાં ભોગવે છે, તેમ ક્યાંક ક્યાંક ખૂણેખાંચરે બાળકીને દૂધ પીતી કરી દેવાના બનતા પ્રસંગોનાં વાજાં વગાડી ભારતીય સમાજવ્યવસ્થાને તોડી પાડનાર એ જ આધુનિકોએ ગર્ભ-પરીક્ષણ કે બેબીકૂડના સ્વરૂપે કયાંય મોટા સ્તર પર બાળકીઓને દૂધ પીતી કરી દેવાની પ્રવૃત્તિ શરૂ કરીને પોતાની વિચારધારામાં રહેલા-જલદી ન પરખાય તેવાવિરોધાભાસને છતો કર્યો છે. સરકારનો અત્યંત ગોબરો આ નિર્ણય “વર્લ્ડ હેલ્થ એસેમ્બલી’ના ૧૯૮૧ના આંતરાષ્ટ્રીય બેબી ફૂડના કોડનો જ નહિ પરંતુ ખુદ ભારત સરકારના આરોગ્ય મંત્રાલયના ૧૯૮૩ના નેશનલ કોડનો પણ ભંગ કરનાર છે. આ કોડ અનુસાર અત્યાર સુધી ઈન્ફન્ટ મિલ્ક ફૂડ, ફીડીંગ બોટલ્સ તથા તેની રબરની ડીંટડી જેવી વસ્તુઓની માત્ર ટીવી. રેડિયો ઉપર જ નહિ પરંતુ છાપાઓમાં પણ જાહેરાત પર પ્રતિબંધ હતો. જ્યારે “ઇન્ડિયન ઍકેડમી Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104