Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 30
________________ નાના બાળકોની હત્યા કરવાના અનેક રસ્તા છે, બેબીડ તેમાંનો એક છે! . , ઓપરેશન ફલડનાં બણગાં ફૂંકનાર ડૉ. વર્ગીઝ કુરિયનની કહેવાતી શ્વેતક્રાંતિની પાછળ છુપાયેલા સફેદ જૂઠનો પર્દાફાશ કરીને જેમણે સારાયે દેશમાં હલચલ મચાવી દીધેલી અને ગોવામાં ફાઈવસ્ટાર હોટેલો બાંધી ત્યાંની સ્થાનિક સંસ્કૃતિનો નાશ કરતાં મોટાં મોટાં ઉઘોગગૃહો જેમના નામથી ફફડે છે તેવા ડૉ. ક્લોડ અલ્બારિસે ‘બેબી ફૂડ’ને ‘બેબી કલર’નું ઉપનામ આપેલું. * હકીક્તમાં મોટા બંધો, થર્મલ પાવરસ્ટેશનો, રાસાયણિક ખાતરો અને સમગ્ર સિન્વેટિક કલ્ચર સુધી પ્રસરેલા આંધળી પ્રગતિના વિરોધમાં શરૂ થયેલ આંદોલનની સફળતાના શ્રીગણેશ બેબીફૂડ વિરોધી આંતરરાષ્ટ્રીય ઝુંબેશની .. સફળતાથી જ થયેલા. તબીબી ચિકિત્સાના ક્ષેત્રે જેનો જોટો જગતમાં જડવો મુશ્કેલ છે, તેવા . આયુર્વેદના મહાન ગ્રંથ ભાવપ્રકાશ નિઘંટુના દુષ્પવર્ગના ૨૨મા શ્લોકમાં માતાના દૂધના ગુણોનું વર્ણન કરતાં તેને પચવામાં અત્યંત હલકું, શીતલ, જઠરાગ્નિને પ્રદીપ્ત કરનાર અને વાયુને, પિત્તને, નેત્રરોગને તથા શૂળને મટાડનાર કહ્યું છે. મહર્ષિ ચરક જેવા અજોડ ચિકિત્સક ભલે માના ધાવણને ‘અમૃતોપમ’ કહીને તેના બે મોઢે વખાણ કરે કે ડૉ. કલોડ અલ્વારિસ જેવા આંતરરાષ્ટ્રીય ખ્યાતિપ્રાપ્ત વિદ્વાન ભલે ‘બેબી ફૂડ’ને ‘બેબી કલર’ કહી વખોડી કાઢે, પણ ૧૯૪૭ પછી આપણા માથે મરાયેલી સરકારને ડૉ. અલ્વારિસ કે મહર્ષિ ચરક કરતાં મહર્ષિ કુરિયન અને એમની એન. ડી.ડી.બી.ના ચેલાઓમાં વધુ વિશ્વાસ છે કે જે ડૉ. કુરિયનને એમ પૂછવામાં આવે છે કે “ઈન્ફન્ટ મિલ્ક ફૂડ''ની જાહેરાતમાં બાળકોના હસતા ચહેરા બતાવવા પર પ્રતિબંધ હોવા છતાં તમે ‘અમૂલ સ્પે’ના ડબલા ઉપર બાળકનો ખિલખિલાટ હસતો ચહેરો કેમ બતાવ્યો છે ?' ત્યારે હિંદુ ફિલ્મના ખલનાયકની ધૃષ્ટતાથી જે એમ કહી શકે છે કે “તો શું હું ત્યાં હાથીનો ચહેરો બતાવું ?' Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104