Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 28
________________ સુણજો રે ભાઈ સાદ પ્રતીકાત્મક રીતે સુંદર મેસેજ (સંદેશ) આપી જાય છે. આવી જ એક લવાર્તામાં ગાયના દરેક અંગપ્રત્યંગમાં જુદા જુદા દેવતાઓએ પોતાનો વાસ કરી લીધા પછી મોડા પડેલા લક્ષ્મીજી પોતાને કોઈ એક અંગમાં રહેવા દેવાની વિનંતી કરે છે, ત્યારે ગાય કહી દેછે કે ‘“મારા દરેક અંગનો કબજો કોઈને કોઈ દેવતાએ લઈ લીધો હોવાથી ચાંય જગ્યા નથી તેથી તમારે રહેવું હોય તો મારા છાણમૂત્રમાં રહી શકો છો.’’ (શક઼ન્મુત્રે નિવસેતુ) અને લક્ષ્મીજીએ તે વાતનો સ્વીકાર કરી ત્યારથી ગાયના છાણ-મૂત્રમાં નિવાસ કર્યો. મોટાં મોટાં થોથાં પાછળ હજારો ટન કાગળોના વેડફાટ કર્યા પછી તથા રીસર્ચને નામે પ્રજાની પસીનાની કમાણીના અબજો રૂપિયાનો વ્યય કર્યા પછી પણ કહેવાતા અર્થશાસ્ત્રીઓ જે વાત સમજી શકતા નથી તે મહાસત્ય મહાભારતકારે એક કથાના ઉપનય દ્વારા કેવું સુપેરે સમજાવી દીધું છે. Jain Education International ૧૬ પશુઓના છાણ-મૂતરમાં લક્ષ્મીજીનો વાસ છે એ વાત જો રાજકારણીઓ અને સચિવો ખરેખર જાણતા હોત તો એ પશુઓની મોટા પાયા પર તલ કરી તેમનાં ચામડાં અને માંસની નિકાસ કરી વિદેશી હૂંડિયામણ કંમાઈ તે વિદેશી હૂંડિયામણમાંથી ફર્ટિલાઈઝરની આયાત કરી તેના વપરાશ માટે સબસીડી આપવાની ‘ગાયને દોહીને કૂતરાને પાવાની’ મૂર્ખામી કરત ખરા ? ફર્ટિલાઈઝરના ભાવમાં સબસીડી, ટ્રેક્ટરો ખરીદવા માટે ઓછા વ્યાજની લોન, અનાજના પોષણક્ષમ ભાવો, સિંચાઈ અને વીજળીના દરોમાં રાહત, આવી જાતભાતની માંગણીઓ કરીને ‘જગતના તાત’ ખેડૂતને દી' ઉગ્યે સરકાર પાસે શકોરું લઈ ભીખ માંગતા માંગણીઓમાં પરિવર્તિત કરી દેનાર ખેડૂત નેતાઓને હૈયે જો ખેડૂતનું સાચું હિત વસ્યું હોય તો તેમણે હરિયાળી ક્રાંતિની ભ્રાંતિને સવેળા જાકારો આપી દઈ ખેતીના આસમાને આંબવા લાગેલા ખર્ચને ધરતી પર ઉતારવાનો પ્રયાસ કરવો જોઈએ. બાપદાદા પાસેથી વારસામાં મળેલી જમીન, પરંપરાગત ચાલી આવતી બળજોડી તથા ઓજારો, ગયા વરસનું સાચવેલું બિયારણ, ધરના ઢોર પાસેથી મફ્ત મળતું છાણ-ખાતર અને એક પૈસાનો ય સિંચાઈ દર ભર્યા સિવાય બાપીકા કૂવામાંથી કોશ દ્વારા ખેંચી લેવાતા પાણીને કારણે એક જમાનામાં ખેતીની ‘ઈનપુટ’ ઝીરો હતી. જે કાંઈ પાકતું તે ચોખ્ખો નફો રહેતો, જ્યારે આજે કૃષિ યુનિવર્સિટી અને એગ્રિકલ્ચરલ ડિપાર્ટમેન્ટોએ For Personal & Private Use Only : www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104