Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 26
________________ ૧૪ : સુણજો રે ભાઈ સાદ રહી આમતેમ વાગડથીગડ કરવામાં કૃતકૃત્યતા અનુભવનારા સુક્ષુ ભાઈઓનું પત્રકારત્વથી માંડીને સમાજસેવા સુધીના સઘળાં ક્ષેત્રોમાં જ્યાં સુધી વર્ચસ્વ છે ત્યાં સુધી એ વાત તો નજીકના ભવિષ્યમાં શકન્ય જણાતી નથી. તેથી જાતે નોંતરાતી દેશની બહાલી જોઈ ન શક્તા વિચારવંતોએ જ્યારે જ્યારે આવું બને ત્યારે ત્યારે, એ નાણામંત્રી હોય કે પ્રધાનમંત્રી, તેમની ઉપર ચારે બાજુથી વિચારોનો એકધારો મારો ચલાવવો જોઈએ. કડવી દવા પાવાની પોતાની ફરજમાંથી ચૂકી માવતર કયારેક કમાવતર બને તો પછી છોરુએ પણ એ કમાવતરને કડવી દવાના ફાયદા જણાવી તે પાવા માટે મજબૂર કરવી પડે. ફર્ટિલાઈઝરની જ વાત કરીએ તો આ સબસીડીઓ અને સરકારી પ્રચારના પડઘમના પાપે આ દેશમાં માત્ર પ૩,૦૦૦ ટન અને ૨,૧૨,૦૦૦ ટનની અલ્પ માત્રામાં વપરાતા ફોસ્ફટિક અને નાઈટ્રોજિનસ ફર્ટિલાઈઝરોનો વપરાશ ૨૭ વર્ષમાં જ વધીને ૧૯૮૭-૮૮માં અનુક્રમે ૨૨,૫૯,૦૦૦ ટન અને ૫૮,૩૬,૦૦૦ ટનની ભયજનક સપાટીએ પહોંચી ગયો. કમનસીબીની વાત તો એ છે કે એક મેકોલેના વખતથી પ્રગતિના ભ્રામક ખ્યાલોમાં રાચતું આપણું ભોટ શિક્ષાણખાતું દુનિયાભરના બૌદ્ધિક ફર્ટિલાઈઝરના આ વધતા વપરાશને જ્યારે ભય અને ચિંતાની નજરે જુએ છે ત્યારે તે તેને પોતાનાં પાઠ્યપુસ્તકોમાં ‘પ્રગતિની પારાશીશી’ તરીકે ગણાવે છે. આ પ્રગતિ'ના પરિણામે આપણી જમીનમાં ૧૯૬૦ થી ૧૯૯૦ના ત્રીસ વર્ષમાં ૨૧,૬ ૮,૫૫૫ ટન જેટલું ફલોરિન ને ૫૫૩૨ ટન જેટલું યુરેનિયમ ઊડે સુધી પેસી અડ્ડો જમાવી બેસી ગયું છે. જેના કારણે આપણે જે અનાજ ખાઈએ છીએ તેમાં ૨૫૭૫ પી.પી.એમ. ફલોરિન પણ ખાવું પડે છે અને દર એક કિલો અનાજ દીઠ યુરેનિયમના ૨૪૩ બિકવેરીલ્સ (એકમનું નામ) પણ પેટમાં પધરાવવા પડે છે. શ્રી આર. અશોકકુમારે જાન્યુ'૯૦માં તૈયાર કરેલી એક મેન્યુસ્લિપની ગણતરીઓના ચોંકાવનારાં પરિણામો અનુસાર તો આપણા દેશની સિંચાઈ હેઠળની જમીનના ભૂગર્ભજળમાં નાઈટ્રેટનું પ્રમાણ ૩૦૨ પી.પી.એમ. જેટલું થઈ ગયું છે. જ્યારે વધુમાં વધુ સલામત મર્યાદા ૪૫ પી.પી.એમ.ની છે. નાઈટ્રોજનયુક્ત કૃત્રિમ ખાતરોના વપરાશે આપણી જમીન, ખોરાક અને પીવાના પાણી સુધીના પ્રાથમિક આવશ્યકતાઓને કેટલી ભયજનક રીતે પ્રદૂષિત કરી દીધી છે. તેનો આથી વધુ બીજો આંખ ઉઘાડનારો પુરાવો શો —– Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104