Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 29
________________ .* સુણજો રે ભાઈ સ્પદ . શીખવેલી સુધરેલી ખેતીના પુણ્યપ્રતાએ ફર્ટિલાઈઝર, જંતુનાશક દવાઓ, સંકર બિયારણો અને ટ્રેકટસેથી માંડીને ડીઝલ એન્જિનો સુધીના ખર્ચાઓએ ખેડૂતની નાનકડી કમર પર એટલો મોટો બોજો નાખ્યો છે કે એક પાક લેતો ૫૦ વર્ષ પહેલાંનો ખેડૂત જેટલો સુખી હતો તેટલો સુખી ત્રણ પાક લઈ વારે માસ વેઠ કરતો આજનો પંજાબ-હરિયાણાનો ખેડૂત પણ હશે કે કેમ તે એક યક્ષપ્રશ્ન છે. મુંબઈના ગુજરાતી બૌદ્ધિકોમાં મધુ દંડવતેના ઘણા મિત્રો અને પરિચિતો છે. બજેટ સબસીડીની આ દરખાસ્તો પર ફાઈનલાઈઝેશનની મહોર છાપ મરાઈ જાય તે પહેલાં તેમના આ મિત્રો તેમને સસ્તી લોકપ્રિયતાના રાજકારણના કળણમાંથી બહાર આવી મૂઠી ઊંચેરા માનવી’ સિદ્ધ થવાની તક ઝડપી લેવા સમજાવી શકશે? સબસીડીના મધ મીઠાં ઝેર પાનાર મધુ કરતાં કડવી દવા પીવાનો દંડ’ કરનાર દંડવતે ભવિષ્યના નાણાંપ્રધાનો માટે એક ઊજળો આદર્શ પૂરો પાડી શકરો. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104