Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 27
________________ સુણજો રે ભાઈ સાદ ૧૫ હોઇ શકે ? મુખરજી પી. નેજા અને સુશીલ એ.કે. જેવાઓએ કરેલા અભ્યાસોનાં તારણ એમ બતાવે છે કે મોટા બંધોના વિસ્તારોમાં ભૂગર્ભ જળમાં ફ્લોરિનનું પ્રમાણ ભયજનક રીતે વધી જાય છે. મહેસાણા જિલ્લાનાં અસરગ્રસ્ત બે ગામોમાં થયેલો અભ્યાસ ક્લોરિનનું પ્રમાણ ૩.૨ પી.પી.એમ. થી ૩.૮ પી.પી.એમ. જેટલું બતાવે છે. જ્યારે નાગાર્જુનસાગર વિસ્તારમાં એ પ્રમાણ ૩ થી ૧૩ પી.પી.એમ. અને તુંગભદ્રા ડેમની આજુબાજુના ગામડાંઓમાં ૫.૪ થી ૧૨.૮ પી.પી.એમ. સુધીનું જણાય છે. ફર્ટિલાઈઝરોનો વપરારા આ જ ગતિએ વધતો રહ્યો તો ઈ.સ. ૨૦૦૦ની સાલ સુધેમાં ભૂગર્ભજળમાં ક્લોરિનનું પ્રમાણ ૧૧.૮ થી ૫૦ ૫ી:પી.એમ. સુધીનું અને ઈ.સ. ૨૦૫૦ સુધીમાં ૮૩ થી ૩૫૦ પી.પી.એમ. સુધીનું થઈ જશે..આંકડાઓની ઇન્દ્રજાળમાં જેમને રસ ન પડે તેમની જાણ માટે એ જણાવું જરૂરી થઈ પડશે કે ઉચિત માત્રાથી વધુ પડતા લોરિનવાળું પાણી પીવાથી સાંધા જકડાઈ જવાની તકલીફ્ એટલે હદે વધી જાય છે કે આવા પ્રદૂષિત પાણીવાળા ગામડાંમાં લોકો રાત્રે સૂતી વખતે પથારી ઉપર.જાડું દોરડું લટકાવી રાખે છે, જેનો ટેકો લઈ સવારે પથારીમાંથી બેઠા થઈ શકાય. બળદોને જ્યારે આવું પાણી પીવું પડે છે ત્યારે બેઠેલા બળદોને ઊભા કરવા બે ખેડૂતોએ શિંગડાં ખેંચી તેમને મદદ કરવી પડે છે, બળદ જેવા રાક્તિશાળી પ્રાણીની આ દશા થાય ત્યારે માણસની તો શી વલે થાય ? છાપાંઓનાં વેપાર-ઉદ્યોગને લગતાં પાનાંના સંપાદકો નવા-નવા ફર્ટિલાઈઝર પ્લાન્ટોના સમાચાર હોરો હોશે પીરસતા હો ત્યારે કે કહેવાતા ખેડૂત નેતાઓ ફર્ટિલાઈઝરના ભાવોમાં સબસીડી મેળવવા પોતાની રાજકીય વગનો ઉપયોગ કરતા હો ત્યારે પોતે પ્રજાના હિતસ્ત્રીનો કે હિતરાત્રુનો રોલ અદા કરી રહ્યા છે તે વિચારવા ધોભતા હશે ખરા ? મહાભારતની સિરિયલ જોઈ ‘જ્ઞાન ને શાણપણ’નાં અદ્ભુત વારસા સમા આ મહાકાવ્યને મનોરંજન મેળવવાનું સાધનમાત્ર બનાવી દેનાર પેઢીને એ ખ્યાલ પણ નહિ હોય કે મહાભારતનું શાંતિપર્વ આદર્શરાજ કેમ ચલાવવું તેનું પણ સચોટ નિરૂપણ કરે છે. આધુનિક વિજ્ઞાનના અંધશ્રદ્ધાળુઓને જેમાં વહેમ અને પુરાણ સિવાય કાંઈ જડતું નથી તેવા આ મહાકાવ્યની કેટલીક વાર્તાઓ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104