Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 18
________________ n. સુણજો રે ભાઈ સાદ ( તો નવાઈ નહિ. આપણા પૈસે પરદેશાની સહેલગાહ કરનારા એ પ્રતિનિધિઓ બીજા દેશોના પ્રતિનિધિઓ સમક્ષ ભાષણ આપતાં એમ કહેલું કે અમારા દેશનાં પશુઓની તલમાં અમારા લોકોની ધાર્મિક ભાવનાઓ આડે આવે છે, માટે આપણે સૌએ ભેગા મળી એવા ઉપાયો શોધી કાઢવા જોઈએ કે જેથી લોકોની લાગણીઓ ઉર્યા સિવાય આપણે તેની તલ વધારી શકીએ.’ પશુઓના કોસબ્રીડીંગનો કાર્યક્રમ કદાચ આવી કોઈક કોન્ફરન્સમાં શોધી કઢાયેલા ઉપાયના પરિપાકરૂપ જ જણાય છે. સંકર ગાયોના પુરસ્કર્તાઓ ભલે ગમે તેટલી વાર ના પાડે પણ એ હકીકત છે કે સંકર ગાયોમાં વાછહાં ખેતીના કે બળદગાડામાં જોતરવાના કામમાં આવતાં નથી અને પરિણામે તલખાના ભણી જ ધકેલાઈ જાય છે. હવે આ સંકરણનો કાર્યક્રમ જેમ જેમ આગળ વધતો જાય તેમ તેમ જન્મેલી વાછરડીઓ તો લોકો હજી દૂધ માટે ય ઉછેરે પણ. વાછરડાઓ તો સીધા કતલખાને જ જાય. પરદેશોમાં ગાયોનો ઉછેર દૂધ અને માંસ માટે (મિક પરપઝ અને મીટ પરપઝ) જ થતો હોવાથી તેમને તો આ ઈષ્ટ છે પણ આપણો ખેડૂત તો ગાયનું દૂધ અને ખેતી માટે (મિલ્ક પરપઝ અને ડ્રાફટ પરપઝ) ઉછેરતો હોવાથી સંકર ગાય તેના કામની જ નથી. એક બાજુ દેશના સમગ્ર કૃષિ-આધારિત અર્થતંત્રની આધારશિલારૂપ બળદથી તે વંચિત રહે અને બીજી બાજુ દેશની વિશાળ બહુમતી ધરાવતી અહિંસાપ્રેમી પ્રજા કતલખાને જતાં સંકગાયનાં વાછરડાંથી નારાજ રહે તેવી ગાંડી નીતિ અપનાવવા પાછળ ક્યો તર્ક કામ કરતો હશે? હકીકતમાં તો દેશના જેનેટિક રિસોર્સીઝના નાશથી ચિંતિત વિદ્વાનોએ જ નહિ પણ જીવદયા અને પંજરાપોળો માટે કરોડો રૂપિયા ખર્ચતા લોકોએ પણ આ કોસબ્રીડીંગની સરકારી નીતિનો સખત વિરોધ કરવો જોઈએ, નહિતર એક દિવસ જ્યારે લાખો-કરોડોની સંખ્યામાં ગાયોના સંકરીકરણ સુધી વાત પહોંચશે તથા તે સંકર ગાયોના વાછરડા કશાય કામમાં ન આવવાથી ભેંસના પાડાની જેમ યાંત્રિક કતલખાનાંઓને પુરવઠો પૂરો પાડવાનું સાધન બની રહેશે ત્યારે દેશની બધી પાંજરાપોળો તથા ગૌશાળાઓ ભેગી થઈને પણ તેને બચાવી નહિ શકે. “રોગ અને શત્રુને તો ઊગતો જ ડામી દેવો સારો એમ નીતિશાસ્ત્રકારે કહ્યું છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104