Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 19
________________ સુણજો રે ભાઈ સાદ પશુઓથી માંડીને અનાજનાં બીજ સુધીના દરેક ક્ષેત્રમાં પ્રચારાતું સંકલકત્સ્ય, જે આ દેશના સમૃદ્ધ વારસાના રક્ષણ માટેની લડાઈના જંગમાં શત્રુઓની મોખરાની હરોળમાં છે, તેને ઊગતું ડામી દેવામાં તો આપણે કાચા નીવડ્યા છીએ, પણ આ દુશ્મન દેશના મૂલ્યવાન જર્મપ્લેમ રિસોર્સીઝનો સફાયો બોલાવી દે તે પહેલાં તેનો ખાતમો બોલાવી દેવાની તક હજી ઊભી છે. પ્રદેરોપ્રદેશના આ વૈવિધ્યને નષ્ટ કરી એકવિધતા દાખલ કરવામાં કેટલું જોખમ રહેલું છે તેનો એક દાખલો બસ થઈ પડશે. ચોખાની દુનિયાભરમાં રહેલી એક લાખ વીસ હજાર જાતોમાંની જે ૮૩,૦૦૦ જાતો પર મનિલાબી ઈન્ટરનેશનલ રાઈસ રિસર્ચ ઈન્સ્ટિટ્યુટ કબજો જમાવી બેસી ગઈ છે તેમાંની “ઓરિઝા નિવારા" નામની ભારતનાં જંગલોમાં થતી એકમાત્ર જાત એવી છે કે જે ‘ગાસી સ્ટન્ટ વાયરસ ડિસીઝ નામના રોગ સામે પ્રતિકારકશક્તિ પૂરી પાડનાર “જીન્સ’ ધરાવે છે. હવે જો આ જાત જંગલના જે એકાદ નાનકડા ભાગમાં થતી હોય તે જંગલને તમે એકાદ બંધ બાંધવાના નામે કે રેલવેલાઈન નાખવાના નામે નષ્ટ કરી દો.તો સમગ્ર માનવજાતે એ એકમેવ જાતથી કાયમ માટે નાહી નાખવાનું રહે અને પછી જો હાલ વપરાતી પ્રચલિત જાતોને ગ્રાસી ટન્ટ ડિસીઝ લાગુ પડે તો ભૂખમરાને કારણો ટપોટપ મરતા લાખો લોકોને જોઈ હાથ જોડી બેસી રહેવા સિવાય હાયમાં કશું ન રહે. અમદાવાદમાં વસ્ત્રાપુર તલાવડી ખાંતે અરવિંદ સોસાયટીમાં “સંવર્ધન તથા ‘એસોસિયેશન ફોર ધ પ્રોપગેશન ઑફ ઇન્ડિજિનસ જેનેટિક રિસોર્સીઝના નામે સંસ્થા ચલાવતા શ્રી કોરા માથેન અને મિત્રો પોતાની મર્યાદિત શક્તિઓ વડે, નષ્ટ થતા જતા આ વારસાને બચાવી લેવા ઝઝૂમી રહ્યાં છે. ડાંગર, દેશી વૃક્ષો, તેલીબિયાં અને પશુઓના ક્ષેત્રમાં આપણે કેટલી વૈવિધ્યસભર જાતો ધરાવતા હતા તેની માહિતીનું આદાનપ્રદાન કરવા પાંચ-પાંચ સંમેલનો બોલાવી તે ચર્ચાનો સંગ્રહ કરતાં પુસ્તકો પણ તેમણે બહાર પાડ્યાં છે. વૃક્ષારોપણના ક્ષેત્રે નીલગિરિ અને સુબાવળ જેવી નુકશાનકારક જાતો, ખેતીના ક્ષેત્રે બનાવટી રાસાયણિક ખાતરો, જંતુનાશક ઝેરો તથા ધરતીના ભૂગર્ભ જળભંડારો ખાલીખમ થઈ જાય તેટલું મબલખ પાણી માગતી હાઈબ્રીડ ઘઉં, ચોખા, શેરડી, કપાસની જાતો, તેલીબિયાંના ક્ષેત્રે સૌરાષ્ટ્રની For Personal & Private Use Only Jain Education Interational www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104