Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

View full book text
Previous | Next

Page 21
________________ માંસ છોડો-પર્યાવરણ બચાવો મેનકા ગાંધીના નવે.’૯૧ ‘ઈલે. વીકલી’ના એક લેખ અનુસાર.માંસાહાર પર્યાવરણને અપાર નુક્શાન પહોંચાડે છે.. જેમ ફ્રીઝ કે એર કન્ડિશનર ઓઝોનના પડમાં ગાબડાં પાડવા દ્વારા કે પેટ્રોલ-ડીઝલનાં વાહનો હવાને પ્રદૂષિત કરવા દ્વારા પર્યાવરણને હાનિ પહોંચાડે છે, તે જ રીતે માંસ માટે ઉછેરાતાં ઘેટાં-બકરાં-ડુક્કર-ગાય-બળદ કે મરઘાં સુદ્ધાં પર્યાવરણ સામે મોટા જોખમરૂપ બની ગયાં છે. વ્યાપારી હેતુથી ઉછેરાતી ગાયે વર્ષે ૧૫૦૦ લિટર દૂધ આપવું જ પડે છે, મરઘીએ રોજનું ઈંડું પેદા કરવું જ પડે છે, જ્યારે ભૂંડણે ૧૪ બચ્ચાં જણવાં જ પડે છે એટલું જ નહિ તે બધાંનું ભેગું વજન છ મહિનામાં. જૂ. ૧.૦૦૦ કિલોગ્રામ થવું જ જોઈએ અને આ બધા માટે જૂના જમાનામાં માણસ માટે બિનઉપયોગી પદાર્થો ઢોરોને ખવડાવતા તે પૂરતું ન થઈ પડે. માંસાહારીઓ માટે ઉછેરાતા આ પ્રાણીઓને જાત-ભાતનો ખોરાક આપવો પડે છે. કોઈને કલ્પના પણ હરો કે દુનિયાભરમાં મારવામાં આવતી માછલીઓમાંથી ચોથા ભાગની માછલીઓનો ઉપયોગ તો આવા પશુઓના આહાર માટે ‘ફિશમીલ' તૈયાર કરવા માટે થાય છે. સમગ્ર ત્રીજા વિશ્વની પ્રજાને ભાગે જેટલું અનાજ અને કઠોળ આવે છે તેથી વધુ અનાજ-કઠોળ તો માત્ર અમેરિકા અને રશિયા જ પોતાના પશુઓ (અલબત્ત, માંસની મજા માટે ઉછેરાતા)ને ખવરાવી દે છે. આ વાંચ્યા પછી કયો સમજદાર નાગરિક ત્રીજા વિશ્વના દેશોની ભૂખમરાની સમસ્યા માટે વસતિવધારાને દોષ આપશે ? કહેવાતા વિકસિત દેશો ગરીબ દેશોના ભાગના અનાજને આ રીતે વેડફી દે છે તેના તરફ્થી લોકોનું ધ્યાન બીજે ખેંચી જવા માટે તેમણે ગરીબ દેશોની બધી રામસ્યાઓના એક માત્ર કારણરૂપે વસતિવધારાનું નાડું પકડાવી દીધું હોય એમ નથી લાગતું ? જેથી તેમની મોજમજા અબાધિતપણે ચાલુ રહે અને બીજી બાજુ વસતિવધારા નામના ‘હલકા લોહીના હવાલદાર'ને માથે દોષારોપણની ચાબુકો વીંઝાતી રહે. બ્રિટન પોતે જેટલું અનાજ ઉગાડે છે તેના ત્રીજા ભાગનું અનાજ ખાવા જાનવરોને માંસ માટે તગડા કરવા ખવડાવે છે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104