Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 20
________________ સુણજો રે ભાઈ સાદ લીલી નાઘેર ધરતીને એક દિવસ રણમાં પરિવર્તિત કરી દેવાનું જોખમ ખડું કરનાર મગફળી તથા કૃષિ આધારિત અર્થતંત્રની કરોડરજ્જુ જેવા બળદો ખેડૂતના હાથમાંથી ઝૂંટવી લઈ ગરીબ ગ્રામવાસીઓના પોષણનાં એકમાત્ર સાધન દૂધને પણ વેપારની ચીજ બનાવી દઈ તેમને અલભ્ય બનાવી દેનાર સંકર ગાયો સુધીના આ વર્ણસર અનિષ્ટોથી જે દિવરો પ્રજા યાકે તે દિવસે મૂળ જાતોનાં બીજ પણ બચ્યાં હો તો કદાચ આપણે પુનઃ સર્જન કરી શકીશું. પરંતુ રાંડ્યા પછીના ડહાપણની આ વેળા આવે તે પહેલાં જ અગમબુદ્ધિ ગુજરાતીઓ પોતાની સઘળી શક્તિ અને વગ વાપરીને રાજકારણીઓ, સચિવો અને સમાજના અગ્રણીઓ સુધી આ વાત પહોંચાડી, ભૂલ્યા ત્યાંથી પાછા ફરી આ આત્મઘાતક નીતિઓને ઊલટાવી દેવા યોગ્ય. દબાણ લેવા તો હજી સાવ મોડું થયું નથી. પરંતુ જો આપણે હજી નહિ જાગીએ તો “ફિર પછતાયે ક્યા હોવત, જબ ચિડિયા ચૂગ ગઈ ખેત’ને યાદ કરી રોવા સિવાય બીજું કશું આપણા હાથમાં નહિ હોય. Jain Education Interational For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104