Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 16
________________ સુણજો રે ભાઈ અદ સ્વાર્થ ખાતર લોકોના સ્વાથ્ય સાથે કેવાં ચેડાં કરે છે તેનો ખ્યાલ એ બાબત પરથી આવશે કે એક જુનિયર બ્રિટિશ મિનિસ્ટરે હમણાં કેન્ચ લોકોને એમ કહ્યું છે કે ફ્રાન્સનું પેરિયર નામનું મિનરલ વોટર પ્રદૂષણયુક્ત હોવા છતાં અમે તેને નભાવી લીધું હતું તેમ તમે પણ આ રોગિષ્ઠ માંસ સામે ઝાઝો શહાપોહ ન કરો. “તેરી બી ચૂપ ઓર મેરી બી ચુપની નીતિ અજમાવવાની સલાહ પોતાની જાતને અતિવિકસિત ગણાવતા દેશના પ્રધાન આપે ત્યારે આપણા પ્રધાનો આવું કેટલું વૈદ્ય-ગાંધીનું સહિયારું કરતા હશે તે કલ્પનાનો વિષય છે. ફ્રાન્સનો આ પ્રતિબંધ બ્રિટનની મીટ લૉબી માટે એક મોટા ફટકા.સમાન નીવડયો છે કારણ કે બ્રિટનની બીફની કુલ નિકાસનો અર્ધા કરતાં વધુ હિસ્સો ફોન્સ ખરીદતું હતું. હજી ગયા વર્ષે જ ફાન્સે ૧૫૭૦ લાખ પાઉન્ડની કિંમતનું ૭૧,૩૦૦ ટન બીક બ્રિટન પાસેથી ખરીદેલું. રશિયાએ તથા ઑસ્ટ્રિયાએ પણ બ્રિટિશ બીફની આયાત બંધ કરી છે તો બીજા કેટલાક દેશોએ ૧૮ જુલાઈ ૧૯૮૮ પહેલાં જન્મેલાં બ્રિટિશ પ્રાણીઓ (જીવતાં)ની આયાત ઉપર અંકુશ દાખલ કરી દીધો છે. જો આવાં પ્રાણીઓ જોખમકારક હોય તો કુસ્પિન આણિ મંડળીએ તેમના કોસબ્રિડીંગમાં પ્રોગ્રામ માટે ૧૮ જુલાઈ ૮૮. પહેલાં જન્મેલા પરદેશી આખલાઓ કે તેમનું થિજાવી દીધેલું વીર્ય આયાત કર્યું હશે અને ગામડે ગામડે તે દ્વારા જે પશુઓ પેદા કર્યા હશે તે ભારતમાં પણ આવો વિનાશ નહિ વેરે ? અને આવાં કોઈ ગંભીર પરિણામો આવે તો તેની જ્વાબદારી ઓપરેશન ફલડ અને શ્વેતક્રાંતિના આ પ્રણેતાઓની રહેશે ખરી ? જો કે ચેોંબિલની અણુરજની અસરવાળું બટર પણ તેમની અંગત જાયદાદ જેવી ડેરીઓ દ્વારા લોકોના પેટ સુધી પહોંચાડી દેવાની ધૃષ્ટતા કરી શકનાર આ લોકો આવી કોઈ જવાબદારી સ્વીકારે એ શેખચલ્લીના સપના જેવી વાત છે. મેનકા ગાંધી જેવાં કો'ક ભડ (ધ વન ઍન્ડ ઓન્લી મેન ઈન ધ કેબિનેટ?) પ્રધાન પાસે આ બાબતનું ખાતું હોય અથવા કલોડ અલ્વારિસ જેવો કો’ક એકલવીર પત્રકાર તેમનાં કારસ્તાન ખુલ્લા પાડે તો જ આવાં તત્ત્વોને ‘લાઈનમાં લાવવાની કાં'ક આશા રાખી રાકાય. બ્રિટનમાં આ રોગ કેમ ફાટી નીકળ્યો તેનો ઈતિહાસ પણ રસપ્રદ છે. તપાસ કરતાં જાણવા મળ્યું કે બ્રિટિશ ખેડૂતો પોતાની ગાયોને માંસયુક્ત ખોરાક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104