Book Title: Sunjo re Bhai Sad
Author(s): Hitruchivijay
Publisher: Viniyog Parivar

Previous | Next

Page 15
________________ સુણજો રે ભાઈ સાદ મંગફુલકર જેવા તજૂના નેતૃત્વમાં નિષ્ણાતોની સમિતિ નીમેલી. જેણે દેશભરમાં ફરીને હજાર કરતાં વધુ પશુપાલકો તથા ત્રણસો કરતાં વધુ પશુપાલન સાથે સંકળાયેલી સરકારી-સૈચ્છિક સંસ્થાઓની મુલાકાત લઈને આપેલા પોતાના રિપોર્ટમાં વિદેશી ગાયો સાથે કોસ બ્રીડીંગ પર પ્રતિબંધ મૂક્તો કાયદો કરવાની ભલામણ કરેલી. છતાં કાયદો કરવાની વાત તો બાજુએ રહી પણ એ જ સરકારી તંત્રો હજુ પણ ગામડે ગામડે ક્રોસ બ્રીડીંગનો પ્રચાર , કરતાં થાકતા નથી. ભારતીય નિષ્ણાતોની સલાહની અવગણના કરનાર સરકારે હાર્યા વળવું પડે તેવા સમાચાર ઇંગ્લેન્ડથી પ્રાપ્ત થયા છે. વિદેશી આખલાકે તેનું વીર્ય અહીં લાવી અહીંની ઉત્તમ ઓલાદ સાથે તેનું સંસ્કરીકરણ કરવાનો વિરોધ કરનારા નિષ્ણાતોની એક દલીલ એ પણ હતી કે આપણી ઓલાદ જેવી રોગપ્રતિકારક શક્તિ વિદેશો ગાયો ધરાવતી ન હોવાથી સંકરીકરણના આવા કાર્યક્રમો દ્વારા તેમની નબળી રોગપ્રતિકારક શક્તિ પણ * સંક્રમિત થશે. આવો કોઈ ચેપી રોગ વિદેશી આખલાઓના વીર્ય દ્વારા આપણી ગાયોમાં સંક્રમિત થશે તો આપણે વિશાળ સંખ્યામાં આપણા અણમોલ પશુધનને ખોવાનો વારો આવશે. સૂર્યની સામે આંખ મીંચી દઈને સૂર્યના અસ્તિત્વનો જ ઈન્કાર કરતા ભોળા ઘુવડની જેમણે એન. ડી. ડી. બી. અને આઈ. ડી. સી.ના ઓફિસરો અને તેમના પાળીતા સરકારી અધિકારીઓ આ ચેતવણીઓ સામે આંખ મીંચી દઈ જાણે આવા કોઈ ભયનું અસ્તિત્વ જ ન હોય તેમ વર્તતા હતા. પરંતુ બ્રિટનમાં હજારો ગાયોને મોતના મોંમાં ધકેલી દેનાર “મેડ કાઉ ડિસીઝ’ નામનો રોગ જે રીતે ખતરનાક પરિમાણ ધારણ કરી રહ્યો છે અને તેણે દુનિયાભરમાં તથા ખાસ કરીને યુરોપમાં જે પ્રત્યાઘાતો જન્માવ્યા છે તે કદાચ આ.સરકારી ઘુવડોની આંખો ખોલાવીને રહેશે તેમ લાગે છે. ગાયોના ચેતાતંત્રની અસર કરતા આ રોગનું સત્તાવાર નામ બોવાઈન સ્પોન્ચીફોર્મ એન્કફલોપથી અથવા ટૂંમાં બી.એસ.ઈ. છે. બ્રિટનની ગાયોને ગાંડી બનાવનાર આ રોગ તેમને લાગુ પડ્યો હોવાથી તેવી રોગિષ્ઠ ગાયોનું માંસ લોકોના પેટમાં ન જાય તે હેતુથી ફન્સથી માંડીને સાઉદી અરેબિયા સુધીના દેશોની સરકારોએ બ્રિટનમાંથી ગાયનું માંસ આયાત કરવા પર સખત પ્રતિબંધ મૂકી દીધો છે. જગતના સુધરેલા ગણાતા દેશો પણ પોતાના આર્થિક Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104