________________
ષષ્ઠી વિભકૃતિ થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી ષષ્ઠી વિભક્તિ ન થાય ત્યારે ‘યવ્માવો૦ ૨-૨-૧૦૬' થી સપ્તમી વિભકૃતિ થવાથી તિ જે પ્રાત્રાનીત આવો પ્રયોગ થાય છે. અર્થ – લોકોને રડતા રાખી તેણે દીક્ષા લીધી. ૧૦૮||
सप्तमी चाऽविभागे निर्धारणे २।२।१०९ ॥
‘જાતિ ગુણ અને ક્રિયા વગેરે દ્વારા સમુદાયથી એક દેશનું બુદ્ધિદ્વારા જુદુ કરવું’ તેને નિર્ધારણ કહેવાય છે. નિર્ધારણ ગમ્યમાન હોય તો ગૌણ (સમુદાયવાચક) નામને ષષ્ઠી અને સપ્તમી વિભક્તિ થાય છે. પરન્તુ અવિભાગ અર્થાત્ જેનું પૃથક્કરણ કરતા હોઈએ તે, સમુદાયથી કથંચિદ્ એક છે – એવું શબ્દથી પ્રતીત થતું હોવું જોઈએ. ક્ષત્રિયો તૃળાં શૂરઃ અહીં મનુષ્યોના સમુદાયથી ક્ષત્રિયોનું ક્ષત્રિયત્વ જાતિથી બૌદ્ધિક પૃથક્કરણ છે. આમ છતાં 7 શબ્દના પ્રયોગથી મનુષ્ય સમુદાયથી ક્ષત્રિયો મનુષ્યત્વરૂપે એક - સમાન છે - એવું પણ જણાય છે. તેથી ગૌણનામ રૢ ને આ સૂત્રથી ષષ્ઠી વિભક્તિ થાય છે તેમ જ આ સૂત્રથી સપ્તમી થાય ત્યારે ક્ષત્રિયો નૃપુ શૂરઃ આવો પ્રયોગ થાય છે. આવી જ રીતે कृष्णा गवां गोषु वा बहुक्षीरा; धावन्तो यातां यात्सु वा शीघ्रतमाः અને યુધિષ્ઠિર શ્રેષ્ઠતમ જીળાં રુપુવા અહીં અનુક્રમે કૃષ્ણ ગુણથી થાવન ક્રિયાથી અને યુધિષ્ઠિર નિષ્ઠ તવ્યક્તિત્વથી નિર્ધારણ; તથા ગોત્વરૂપે યાતૃત્વરૂપે અને કુરુત્વેન રૂપે કથંચિત્ ઐક્ય પણ નિર્ધાર્યમાણ કૃષ્ણગાયમાં; દોડતા મનુષ્યાદિમાં અને યુધિષ્ઠિરમાં પ્રતીત થતું હોવાથી ગૌણનામ નો, યાત્ અને હ્ર ને આ સૂત્રથી ષષ્ઠી અને સપ્તમી વિભકૃતિ થાય છે. અર્થ ક્રમશઃ – માણસોમાં ક્ષત્રિય શૂર છે. ગાયોમાં કાળી ગાય ઘણા દુધવાળી હોય છે. ચાલવાવાલાઓમાં દોડનારા ઘણા શીઘ્ર હોય છે (જલ્દી પહોંચનારા). કુરુવંશીયોમાં યુધિષ્ઠિર શ્રેષ્ઠતમ છે. વિમાન કૃતિ વિમ્ ? = આ
१०४