Book Title: Siddhhemchandra Shabdanushasan Laghuvrutti Vivran Part 02
Author(s): Chandraguptavijay
Publisher: Mokshaiklakshi Prakashan
View full book text
________________
પ્રયોગોમાં પણ સમજી લેવું. અર્થક્રમશઃ - ગામથી દૂર રહે છે. ગામની નજીક રહે છે. અતંત્ત્વ રૂતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ અસત્ત્વવાચક જ આરાદર્થક નામને ટા સિ ઙિ અને ગમ્ પ્રત્યય થાય છે. તેથી પૂરઃ પન્યાઃ અને અત્તિઃ પન્યાઃ અહીં પૂ. નં. ૨-૨-૧૯ માં જણાવ્યા મુજબ દૂર અને ત્તિ નામ અસત્ત્વવાચક ન હોવાથી આ સૂત્રથી તેને ટા સિ હિ અને અમૂ વિભક્તિ થતી નથી. પરન્તુ ‘નાન: પ્રથમૈ૦૨-૨-૩૧’થી પ્રથમા વિભક્તિ થાય છે. અર્થક્રમશઃ - માર્ગ દૂર. (છે.) માર્ગ નજીક. (છે.). ૧૨૦ના
जात्याख्यायां नवैकोऽसङ्ख्यो बहुवत् २।२।१२१ ॥
જાતિવાચક શબ્દોથી જાત્યર્થનું પ્રતિપાદન હોય તો સખ્યાવિશેષણથી રહિત એકત્વવિશિષ્ટ જાતિરૂપ અર્થ વિકલ્પથી બહુત્વવિશિષ્ટ મનાય છે. અર્થાત્ તાદૃશ જાતિવાચક નામને વિકલ્પથી બહુવચનનોવિભક્તિ પ્રત્યય થાય છે. સમ્પના યવાઃ અહીંજાતિવાચક યવ શબ્દથી યવત્વ જાતિની આખ્યા-અભિધા (પ્રતિપાદન) હોવાથી સખ્યા વિશેષણથી રહિત એકત્વ વિશિષ્ટ એ યવત્વ જાતિ રૂપ અર્થ આ સૂત્રથી બહુત્વ વિશિષ્ટ મનાય છે. તેથી તાચક યવ નામને ‘ના: પ્રથમૈ૦૨-૨-૩૬’ થી બહુવચનનો પ્રથમા વિભક્તિનો નસ્ પ્રત્યય થાય છે. વિકલ્પપક્ષમાં આ સૂત્રથી તાદૃશ જાતિસ્વરૂપ અર્થને બહુવાવ ન થાય ત્યારે તાદૃશ એકત્વ વિશિષ્ટ જાતિવાચક થવ નામને એકવચનનો પ્રથમા વિભકૃતિનો ત્તિ પ્રત્યય થવાથી સમ્પનો યવઃ આવો પ્રયોગ થાય છે. સમ્પન્ન- આ યવનું વિશેષણ હોવાથી તેને યવ ની જેમજ બહુવચન અને એકવચનનો પ્રત્યય થાય છે. અર્થ- જવ થયા. ખાતીતિ વિમ્ ? = આ સૂત્રથી ઉપર જણાવ્યા મુજબ જાતિવાચક શબ્દથી જાતિનું અભિધાન હોય તો સખ્યા વિશેષણથી રહિત એકત્વવિશિષ્ટ જાતિરૂપ જ અર્થ; વિકલ્પથી બહુત્વ વિશિષ્ટ મનાય
999