________________
મહાત્મા જાનકીવર શરણજી
19 છે?” તેઓએ કહ્યું:- સારા સંત છે.' તેમણે કહ્યું -“હા, સારા સંતજ જાણે છે. તેઓ તો આ સમયમાં ભગવાનના અવતાર છે.” તેઓશ્રીએ કહ્યું- તમે ગુરુભક્ત છો, તમારે એ જ પ્રમાણે જાણવું જોઈએ.'
ત્યાંથી તેઓ શ્રીવૃંદાવન પધાર્યા. કેટલાક મહિના ત્યાં રહ્યા. ઉભાષામાં ભક્તમાળ રચનાર શ્રી તુલસીરામજી તથા શાહ કુંદનલાલજી સાથે તેમને ખૂબ સ્નેહ બંધાયે. જ્યારે શાહજી “ શ્રી
મિ' કહેતા અને તેઓશ્રી ‘ સીતારામ ' કહેતા, ત્યારે પરસ્પર ખૂબ આનંદ થતો. ત્યાંનાં ખાસ સ્થળોનાં ખૂબ ફરી ફરીને દર્શન કર્યા. ત્યાંની ઠાકોરસેવાની તેઓ પ્રશંસા કરતા હતા. શ્રી ગોસાંઈ મધુસૂદનદાસજીની શ્રીમદ્ભાગવતની કથા તેમણે સાંભળી હતી. તેની પણ તેઓ પ્રશંસા કરતા હતા.
ત્યાંથી તેઓ દિલ્હી પધાર્યા. નિજામુદ્દીન ઓલિયાની સમાધિ તથા બીજા પ્રસિદ્ધ સ્થાને જોયાં. ત્યાંજ પૂર્વપરિચિત અને ઘણી વખત અવધમાં રહેલા ડેપ્યુટી ભાસ્કરરાવ સાથે તેમનો ભેટો થયો. તેમણે તેમની ખૂબ સેવા કરી અને તેઓને પંજાબ જવાનો વિચાર જાણીને ઉચ્ચ દરજ્જાના ડબામાં બેસાડીને તેમને પંજાબ પહોંચાડ્યા.
પંજાબમાં જઈને અમૃતસરના શીખોનું ગુરુદ્વાર જોયું. તે સ્થાન બહુ રમણીય છે. તેઓ કહેતા હતા કે, આઠે પહોર ઉત્સાહ તો માત્ર ત્યાંજ રહ્યા કરે છે. ત્યાંથી તેઓ લાહોર આવ્યા. લાહોરમાં બાબા અટલસિંહજીની સમાધિનાં દર્શન કર્યો; બાબા અટલસિંહજીનો ઇતિહાસ તેઓશ્રી જ વાર. વાર કહેતા હતા.
કેટલાક દિવસ પંજાબમાં રહીને તેઓ વૃંદાવન આવ્યા અને થોડા દિવસ ત્યાં રહ્યા બાદ અવધ પાછા ગયા. અવધમાં થોડા દિવસ રહી ફરીથી મિથિલા ચાલ્યા ગયા. રસ્તામાં મધૌલ જઇને બાબુ ભીમસિંહજીની વાડીમાં ઉતર્યો.
આ યાત્રામાં શ્રીમહારાજે એક મંદિરમાં શ્રીકિશોરીજીની મૂર્તિનું નાક ખંડિત જોયું. તેની હકીકત પૂછતાં માલમ પડ્યું કે, “મહાત્મા શ્રીસૂરકિશોરજી જનકપુરમાં રહેતા હતા, તેમની સેવાપૂજાની તે મૂર્તિ છે. તેઓ બહુ ભાવિક સંત હતા. શ્રીકિશોરીજીને પિતાની પુત્રી માનતા હતા. એક દિવસ ભાવાવસ્થામાં તેમને જણાયું કે, શ્રીકિશોરીજી કહે છે કે, “બાપુ ! મારી નથ બહુ ભારે છે. મારાથી તેને ભાર સહન થતું નથી.' તેમણે પૂજારીને મંદિરના દરવાજો ખોલી નાખવા કહ્યું. દરવાજા ખોલ્યા પછી જોયું તે પ્રીકિશોરીજીનું નાક ખંડિત થઈને નથ નીચે પડી છે.” ધન્ય છે ભાવિક સંતનાં ચરિત્રને! તેમની જ વાત છે કે, તેઓ એકવાર શ્રી અયોધ્યા આવ્યા હતા, પણ સમૂછને આ કિનારે એટલાજ ખાતર ન રહ્યા કે જમાઈના રાજ્યમાં પાણી શી રીતે પીવાય ! રાત્રે શ્રીકિશોરીજી તેમની પાસે પધાર્યા. તે વખતે શ્રીકિશોરીજીએ સફેદ વસ્ત્ર અને ફૂલોનાં ઘરેણાં ધારણ કયાં હતાં. તેઓએ એ જોઇને કહ્યું –“અમે તો દશરથજીને ભારે ઐશ્વર્યવાન જાણીને સંબંધ કર્યો હતો. શા કારણથી પુત્રીને ઘરેણાં પહેરાવતા નથી ? ” એટલે શ્રીકિશોરીજીએ કહ્યું –“બાપુ! અહીં ઘરેણાંની અછત નથી. ગરમીને કારણે મેં જાતે જ તે ઉતારી મૂક્યાં છે. ”
તે મહાત્માના એક પ્રયાગદાસ નામના એક શિષ્ય બહુ ભાવિક હતા. તેઓ શ્રીરઘુનાથજીને પોતાના બનેવી માનતા હતા. બાળકાંડથી આગળની રામાયણ પણ સાંભળતા નહિ. એક દિવસ સંયોગવશાત કોઈ જગ્યાએ વનવાસનું ચરિત્ર સાંભળ્યું, ત્યારે તેઓ બેચેન થઈ ગયા હતા ! તરતજ શ્રી ચિત્રકુટ તરફ તેઓ ચાલી નીકળ્યા. રસ્તામાં શ્રીરઘુનાથજીને ગાળ દઈને કહેતા જતા કે, “તમે તે ગયા તો ગયા, પણ મારી રાજદુલારી બહેનને શામાટે લેતા ગયા ?” ચિત્રકૂટ પહોંચ્યા તો જોયું કે શ્રીરઘુનાથજી અને શ્રીલક્ષ્મણજી ઘડાઓ ઉપર સ્વાર થયેલા છે, બીજા રાજકુમારો પણ સાથે છે, શ્રીકિશોરીજી પાલખીમાં છે, બધો રાજસી ઠાઠ છે. તેમણે કહ્યું -“અમે તે સાંભળ્યું હતું કે, આપ રાજ્ય છેડીને વનમાં ચાલ્યા ગયા છો.” શ્રીરઘુનાથજીએ કહ્યું –“હું તે તમારેમાટે તમે જેવી ભાવના કરશો તેવો જ સદાયે છું.”
શ્રીપ્રયાગદાસજીના એક ગુરુભાઈ હતા. તેઓ શ્રીરઘુનાથજીના ઘડાઓના અશ્વપાલ થવાની ઈછી કર્યા કરતા હતા. હમેશાં લીલું ઘાસ વાઢીને મેદાનમાં રાખી મૂકતા, આગળ પાછળ ખીલીઓએ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surat
www.umaragyanbhandar.com