________________
ષોડશક પ્રકરણ - ૧
(૧૧) आत्माऽस्ति स परिणामी, बद्धः सत्कर्मणा विचित्रेण । मुक्तश्च तद्वियोगाद्, हिंसाहिंसादि तद्धेतुः ॥११॥
કવિવરમ્ तदेवागमतत्त्वमुपन्यस्यति ग्रन्थकारः - आत्मेत्यादि ।
आत्मा-जीवः सोऽस्ति, लोकायतमतनिरासेनैवं यत्र प्रतिपाद्यते तदागमतत्त्वमिति, एवं पदान्तरेष्वपि सम्बन्धनीयं, सपरिणामी सः-पूर्वप्रस्तुत आत्मा परिणामी-परिणामसहितः, पञ्चस्वपि गतिष्वन्वयी चैतन्यस्वरूपः पुरुषः, परिणामलक्षणं चेदं
परिणामो ह्यर्थान्तरगमनं न च सर्वथा व्यवस्थानम् ।
न च सर्वथा विनाशः परिणामस्तद्विदामिष्टः ॥१॥ मुक्तश्च तद्वियोगात्-कर्मवियोगाद्-आत्यन्तिककर्मपरिक्षयात् । 'हिंसाहिंसादि तद्धेतु रिति हिंसा आदिर्यस्य तद्धिसादि-प्राणातिपातादिपञ्चकम्, अहिंसा आर्दियस्य तदहिंसादि-महाव्रतपञ्चकं, तयोर्बद्धमुक्तयोः अर्थतो बन्धमोक्षयोर्वा हेतुर्वर्तते हिंसादि अहिंसादि વેતિ ૨શે.
: યોલિપિ : तदेवागमतत्त्वमुपन्यस्यति आत्मास्तीत्यादि।
(૨) ઉત્સર્ગ અને અપવાદથી યુક્તઃ
ઉત્સર્ગ એટલે મૂળવિધાન-મુખ્યમાર્ગ. જેમ કે – કોઈ જીવની હિંસા ન કરવી. અપવાદ એટલે ઉત્સર્ગમાર્ગની પોષક છૂટછાટ. બીમારી વગેરેના કારણે, હિંસા દોષવાળો – આધાકર્મી આહાર વાપરવાની છૂટ આપવામાં આવી છે. આવા ઉત્સર્ગ અપવાદ બંને બતાવ્યા હોય એ જ આગમ શુદ્ધઆગમ કહેવાય. જો અપવાદ-માર્ગનો ઉપયોગ ન કરે તો અસમાધિમાં પડે, ચારિત્રાદિના ભાવ ગુમાવે, કઠોર કર્મ બાંધે, દુર્ગતિમાં જાય, જીવોનો હિંસક બને અને જો અપવાદ સેવી, સાજા થઇ, પ્રાયશ્ચિત્તથી શુદ્ધિ કરી લે અને ઉત્તમ અહિંસાયુક્ત ચારિત્ર પાળે તો ઊંચે ચઢે, અનેકોને અહિંસાના માર્ગે વાળી શકે; માટે ઉત્સર્ગ કે અપવાદના એકાંતમાર્ગથી - વિધાનથી દૂષિત આગમ, શુદ્ધ આગમ ન કહેવાય. ૧૦. (૩) ઐદંપર્ય શુદ્ધ :
પરિશુદ્ધ આગમતત્ત્વ (૧) આત્મા છે. (૨) આત્મા પરિણામી નિત્ય છે. (૩) આત્મા વિચિત્ર પ્રકારનાં વાસ્તવિક (કાલ્પનિક નહીં) કર્મથી બંધાય છે. (૪) એ કર્મોથી આત્મા મુક્ત પણ થઈ શકે છે. (૫) આત્માને કર્મથી બંધાવાના હેતુઓ હિંસા વગેરે છે અને કર્મથી મુક્ત થવાના હેતુઓ અહિંસાદિ છે.
આ રીતે જે આગમોમાં આત્મા વગેરે તત્ત્વો માનવામાં આવ્યાં હોય, તે જ આગમ ઐદંપર્યશુદ્ધ કહેવાય.