________________
ષોડશક પ્રકરણ : ૫
भवति।
अभ्युच्चयपक्षोऽयं यावता सार्वतन्त्रिकी अपि अपुनर्बन्धकक्रियाऽन्यपुद्गलपरावर्ते न भवति, "मोक्खासओ वि नन्नत्थ होई" (मोक्षाशयोऽपि नान्यत्र भवति) (विंशति विशिका ४-२) इत्यादिना मोक्षाशयस्यापि तत्र प्रतिषेधादित्यन्यत्र विस्तरो द्रष्टव्यः ॥२॥
स भवति कालादेव, प्राधान्येन सुकृतादिभावेऽपि । ज्वर-शमनौषध-समयवदिति समयविदो विदुर्निपुणम् ॥३॥
:विवरणम् : कुतः पुनर्हेतोश्चरमपुद्गलावर्तो भवतीत्याशङ्कायामिदमाह - स इत्यादि।
स-चरमपुद्गलावर्तो भवति-स्वरूपतः कालादेव प्राधान्येन-हेतुविवक्षायां कालप्राधान्यमाश्रित्य शेषकर्मादिहेत्वन्तरोपसर्जनीभावप्रतिपादनेन, सुकृतादिभावेऽपिसुकृत-दुष्कृतकर्म-पुरुषकार-नियत्यादिभावेऽपि । कर्मादिभावेऽपीति पाठान्तरं नाश्रितं, छन्दोभङ्गभयात् । निदर्शनमाह-ज्वरशमनौषधसमयवद्-ज्वरं शमयतीति ज्वरशमनं तच्च तदौषधं च तस्य समयः-प्रस्तावो देशकालस्तद्वद् भवति चरमः । ज्वरशमनीयमप्यौषधं प्रथमापाते दीयमानं न कञ्चन गुणं पुष्णाति, प्रत्युत दोषानुदीरयति, तदेव चावसरे जीर्णज्वरादौ वितीर्यमाणं स्वकार्य निर्वर्त्तयति, एवमयमप्यवसरकल्पो वर्त्तते चरम इति भावः । इत्येवं समयविदः-सिद्धान्तज्ञा विदुः-जानन्ति, निपुणमिति क्रियाविशेषणम् ॥३॥
: योगदीपिका :
જૈન-જૈનેતર સર્વશાસ્ત્રોમાં વર્ણવેલી અપુનબંધક અવસ્થાની ક્રિયા, એક પુદ્ગલપરાવર્તથી અધિક સંસાર બાકી હોય એવા જીવોને પ્રાપ્ત થતી નથી. ત્યાં તો મોક્ષના આશયનો પણ નિષેધ છે, એટલે કે ત્યાં જીવને મોક્ષનો આશય મોક્ષાભિલાષ હોતો નથી. પ્રશ્નઃ ચરમપુદ્ગલપરાવર્ત કાળને લાવવાનો હેતુ શું છે? અર્થાત્ ચરમપુદ્ગલપરાવર્ત શી રીતે सावे? ઉત્તરઃ ચરમપુગલપરાવર્તકાળને લાવવાનો હેતુ કાળ જ છે, બાકીનાં કર્મ, પુરુષાર્થ, સ્વભાવ, નિયતિ વગેરે કારણો ચરમાવર્તકાળ માટે કારણરૂપે હોવા છતાં એ બધાં જ ગૌણ કારણો છે. મુખ્ય કારણ કાળ છે.
જેમ તાવને શાંત કરનારું ઔષધ શરૂઆતમાં - તાવ આવતાંની સાથે જ આપવામાં આવે તો, એ લાભ કરવાને બદલે ઊલટું નુકશાન કરનારું બને છે તેમજ બીજા અનેક દોષોને ઉત્પન્ન કરે છે. પરંતુ એ જ ઔષધ જ્યારે તાવ ધીમો પડે ત્યારે આપવામાં આવે તો પોતાનું કાર્ય સિદ્ધ કરે છે અર્થાત એ ઔષધનો ગુણ થાય છે ; તેમ, શાસ્ત્રકાર ભગવંતો સારી રીતે જાણે છે કે – ચરમાવર્તકાળ જ ભાવઆરોગ્યની પ્રાપ્તિ કરાવનાર ઔષધ-સેવનનો અવસર છે. ૩