________________
ષોડશક પ્રક્રણ - ૫
૯૯) कथं पुनः सद्बोधादनुष्ठानं परिपूर्णं भवतीत्याह - दशेत्यादि ।
दश च ता: संज्ञाश्चदशसंज्ञाः तासांविष्कम्भणं-यथाशक्तिनिरोधः, तद्योगे-तत्सम्बन्धे सति तन्निरोधोत्साहे वा, अविकलंहि-अखण्डं अदः-एतत्सदनुष्ठानं भवति, परहितनिरतस्य-परोपकाराभिरतस्य सदा-सर्वकालं गम्भीरोदारभावस्यगाम्भीर्यौदार्ययुक्तमनसः ॥१०॥
: યોલિપિવી: कः पुनः सद्बोधपूर्वानुष्ठानस्य विशेष इत्याह-दशेत्यादि ।
दशानां संज्ञानां विष्कम्भणं यथाशक्तिनिरोधः, तद्योगे तन्निरोधोत्साहे वा, हि यतःअदः प्रकृतानुष्ठानं भवति, अतो-ऽविकलं-संपूर्णं भवति तद्वैकल्यापादकसंज्ञाविष्कम्भणात्। परहिते निरतस्य तथा सदा सर्वकालं गम्भीर उदारश्च भावो यस्य स तथा तस्य, अत इदमविकलत्वाद्विशिष्यत इति भावः ॥१०॥
પ્રશ્નઃ તત્ત્વસંવેદનજ્ઞાનરૂપ સદ્ધોધથી પ્રાપ્ત થયેલ વિરતિરૂપ સદનુષ્ઠાન પરિપૂર્ણ કઈ રીતે બને? ઉત્તર : બીજા જીવોના હિતમાં રક્ત એટલે કે હિતમાં સારી રીતે તત્પર અને ગંભીરતા, ઉદારતાયુક્ત ચિત્તવાળા આત્માને આહાર, નિદ્રા, ભય,) મૈથુન, પરિગ્રહ, ક્રોધ, માન, માયા, લોક અને ઓઘ - આ દશ સંજ્ઞાઓનો યથાશક્તિ નિગ્રહ કરવાથી-નિરોધ કરવાથી, એના ઉપર અંકુશ મૂકવાથી અથવા સંજ્ઞાઓના નિરોધના ઉત્સાહથી વિરતિરૂપ સદનુષ્ઠાન પૂર્ણતાને પામે છે, અર્થાત્ વિરતિરૂપ સદનુષ્ઠાનની સિદ્ધિના શિખરે પહોંચાય છે.
(૧) આહારાદિ સંજ્ઞાઓનો અભ્યાસ જીવને અનાદિથી છે. તે દરેક સંજ્ઞાઓને જાગૃત થવાનાં ચાર-ચાર કારણો બતાવ્યાં છે. કોઇને કોઇ નિમિત્ત પામી એ સંજ્ઞાઓ જાગૃત ન થાય એની ખૂબ સાવધાની રાખવાની છે. નહીંતર સદનુષ્ઠાનની આરાધના દરમ્યાન એ સંજ્ઞાઓ ચિત્તમાં વિક્ષેપ ઊભો કરી, ચિત્તને ડામાડોળ બનાવી સદનુષ્ઠાનને ડહોળ્યા વગર નહિ રહે. માટે જ સંજ્ઞાઓને રોકવાના ઉપાયો, આત્માએ વિવેકપૂર્વક સતત સેવતા રહેવું જોઈએ.
(૨) તુચ્છ સ્વાર્થવૃત્તિ, લોકોત્તર અનુષ્ઠાનની આરાધના વખતે અનેક દોષો ઉત્પન્ન કરે છે. પરોપકાર-પરાયણ જીવ, એ દોષોથી બચી સંજ્ઞાઓના નિગ્રહ દ્વારા સદનુષ્ઠાનની પૂર્ણતાને પામે છે.
(૩) લોકોત્તર સદનુષ્ઠાનની તાત્ત્વિકતા, મહત્તા સમજવા માટે સદનુષ્ઠાનનો આરાધક આત્મા ગાંભીર્યગુણવાળો હોવો જોઈએ. એથી સદનુષ્ઠાનમાં કદી ન્યૂનતા આવી શકતી નથી. એ આત્મા સદનુષ્ઠાનની પૂર્ણતા તરફ પ્રગતિ સાધતો જાય છે. ૧૦. પ્રશ્નઃ દશ સંજ્ઞાઓનું વિખંભણ – નિગ્રહ સુલભ નથી, ઘણું દુર્લભ છે, દુષ્કર છે. એ સુલભ, સુકર કઈ રીતે થઈ શકે? ઉત્તરઃ સર્વજ્ઞ પરમાત્માનાં વચનો - આગમ વચનો ચિત્તમાં પરિણામ પામ્યા પછી દુષ્કર એવું