________________
ષોડશક પ્રકરણ - ૮
(१०७ : विवरणम् : आह-किमियं प्रतिष्ठा नाम ?, कि मुख्यस्यैव देवताविशेषस्य मुक्तिरूपापन्नस्य आहोस्विदन्यस्य संसारवर्तिन: ?, तत्र न तावन्मुख्यस्य युज्यते, तस्य मन्त्रादिभिः संस्कारविशेषैरानयनासम्भवात्, तैरानीयमानस्य च मुक्तत्वविरोधाद् । अथान्यस्य तत्रापि संसारवर्तिनो नियमेन देवजात्यनुप्रविष्टस्य न सन्निधानं संस्कारविशेषैरपि सम्भवति, कादाचित्कं तु सन्निधानं न प्रतिष्ठां प्रयोजयति, सर्वदा तस्याऽभावादिति पर्यनुयोगे सत्यात्मीयभावस्यैव विशिष्टस्य प्रतिष्ठात्वप्रतिपादनायाह - भवतीत्यादि।
भवति च खलु प्रतिष्ठा-शास्त्राभिमता निजभावस्यैव-कारयितृ [कारयितुः प्र.] भावस्यैव देवतोद्देशात् मुख्यदेवतोद्देशेन, स्वात्मन्येव स्वजीव एव परं-प्रधानं यद्यस्मात्स्थापनमिह प्रतिष्ठा, न निजभावं--- देवताविषयमन्तरेणान्यस्य, वचननीत्या-आगमनीत्या, उच्चैरत्यर्थं, बाह्यजिन-बिम्बादिगता तु प्रतिष्ठा बहिर्निज-भावोपचार-द्वारेण, निज एव हि भावो मुख्य-देवता-विशेष-स्वरूपालम्बनः ‘स एवायम्' इत्यभेदोपचारेण विदुषां भक्तिमतां पूज्यतापदवीमासादयति ॥४॥
: योगदीपिका : अथ किमियं प्रतिष्ठा नाम ? किं मुख्यस्य देवता-विशेषस्य मुक्ति-गतस्य सन्निधानमुतान्यस्य तदनुजीविनः संसारस्थस्य ? नाद्यः मुक्ति-गतस्य मन्त्रादि-संस्कारविशेषैरानयना-संभवाद्, नापि द्वितीयः संसारस्थस्यापि देवजात्यनुप्रविष्टस्य संस्कारविशेषैनियमत: सन्निधाना-दर्शनात्कादाचित्कस्य च तस्य प्रतिष्ठाऽप्रयोज्यत्वादिति पर्यनुयोगे सति आत्मीयभावस्यैव विशिष्टस्य प्रतिष्ठात्वमुपपादयन्नाह-भवति चेत्यादि।
भवति चखलु प्रतिष्ठा-शास्त्रोक्ता निजभावस्यैव-कारयितृभावस्यैवदेवतोद्देशाद्मुख्यदेवतोद्देशेन स्वात्मन्येव-स्वजीव एव परं-प्रधानं यद्-यस्मात्, स्थापनमिह प्रतिष्ठा
સંસારની દેવજાતિમાં રહેલા બીજા કોઈદેવની પણ પ્રતિષ્ઠા થતી નથી. મંત્રાદિ સંસ્કારવિશેષથી એનું પણ સંનિધાન થતું દેખાતું નથી. કદાચ ક્યારેક સંનિધાન થાય તો પણ એ પ્રતિષ્ઠા વાસ્તવમાં પ્રતિષ્ઠા નથી. કારણ હંમેશા અધિષ્ઠાન રહેતું નથી. પ્રતિષ્ઠાનું જે ફળ ભવ્યજીવોને મળવું જોઈએ તે એવી પ્રતિષ્ઠાથી મળતું નથી. તેથી પ્રતિષ્ઠાકારકના આત્મભાવની પ્રતિષ્ઠા જ સાચી પ્રતિષ્ઠા, વિશિષ્ટ પ્રતિષ્ઠા કે મુખ્યપ્રતિષ્ઠા છે અને એ જ શાસ્ત્રસંમત છે. મુખ્ય પરમાત્માને ઉદ્દેશીને એટલે કે વીતરાગપરમાત્માના આલંબનથી તેઓનાં વીતરાગત્વાદિ સર્વશ્રેષ્ઠ ગુણોવાળા શુદ્ધસ્વરૂપને જોઈને “મારા આત્માનું પણ આવું જ શુદ્ધસ્વરૂપ છે' એમ વિચારી પોતાના આત્મામાં જ પરમાત્માનું – પરમાત્માના શુદ્ધસ્વરૂપનું – પરમાત્મા સાથેના સમભાવનું સ્થાપન કરવું; એ જ મુખ્ય પ્રતિષ્ઠા છે.