________________
| ષોડશક પ્રકરણ - ૧૬
: योगदीपिका : परिकल्पनाया असम्भवादपि परिकल्पिताऽसम्भव इत्याह-परीत्यादि।
परिकल्पिता परिकल्पनेत्यर्थः । सापि चैषां बाह्यान्तराणामर्थानांहन्त विकल्पात्मिकावस्तुशून्यनिश्चयात्मिका न सम्भवति-न युज्यते, तन्मात्र एव-पुरुषमात्र एव ज्ञानमात्र एव च, तत्त्वेऽभ्युपगम्यमाने तदतिरेकेणेतरपरिकल्पनाबीजपदार्थाभावादित्यर्थः । अभ्युपगम्य परिकल्पितां दूषणान्तरमाह - यदिवेत्यादि यदि वा अभावोऽसम्भवो न-नैव जातुकदाचिदपिअस्याः- परिकल्पनायाः स्यात्। यदि निर्बीजापीयं बाह्यान्तरपदार्थपरिकल्पनेष्यते तदा संसारदशायामिव मुक्तावपीयं भवेदिति भावः, ततश्च संसारमोक्षभेदानुपंपत्तिः, पंरिकल्पनाबीजसद्भावाभ्युपगमे तु पुरुषबोधस्वलक्षण-व्यतिरिक्तवस्त्वन्तरसिद्ध्या प्रस्तुताऽद्वैतपक्षद्वयहानिः ॥१०॥
तस्माद्यथोक्तमेतत् त्रितयं नियमेन धीधनैः पुंभिः । भवभवविगमनिबन्धनमालोच्यं शान्तचेतोभिः ॥११॥
. : विवरणम् : एवं परपक्षं निरस्य त्रयसमर्थनायाह-तस्मादित्यादि।
तस्माद्-यथोक्तमेतत् त्रितयं-जीव-कर्म-तथाभव्यत्वरूपं नियमेन-नियोगेन धीधनैः बुद्धिधनैःपुंभिः पुरुषैर्भव-भवविगमनिबन्धनं-संसारमोक्षकारणं आलोच्यंआलोचनीयं शान्तचेतोभिः शान्तचित्तैः ॥११॥
: योगदीपिका : एवं परपक्षं निरस्य स्वोक्त-त्रयसमर्थनायाह-तस्मादित्यादि । ઉત્તર : જે આગમમાં પ્રસ્તુત અર્થ - પદાર્થની સંગતિનું તાત્પર્ય જળવાઈ રહે, એ જ આગમ પરિશુદ્ધ કહેવાય. અર્થાત્ આગમમાં કહેલી વાતોની સંગતિ કરતાં કરતાં ઐદંપર્ય - તાત્પર્ય સુધી પહોંચાય તો જ એને પ્રમાણભૂત - મૂળાગમ કહેવાય. જે આગમમાં ઐદંપર્યસુધીની શુદ્ધિ ન હોય તો એને મૂળાગમ ન કહી શકાય પણ મૂળ આગમનો એક અંશ કહેવાય. કારણ કે- મૂળાગમના કોઈક વચનની સાથે એકવાક્યતા ન જાળવનાર, એ વાક્યાંતરથી નિશ્ચિત થયું હોવાના કારણે મૂળાગમના વિષયનું વિપરીત નિરૂપણ કરનાર હોય છે. તેથી જ બીજાઓનાં આગમો ઉપર દ્વેષ ન ધરાવતા અને સમભાવને ધારણ કરતા અન્યતીર્થિકો પણ જ્યાં સુધી, અન્ય આગમોમાં સંગતિ ધરાવનારાં વાક્યો મળે ત્યાં સુધી એનો સ્વીકાર કરે છે પરંતુ આગમ તરીકે પ્રસિદ્ધ છે માટે એ શાસ્ત્રમાં જે કહ્યું એ સ્વીકારી લેવું, એવા મિથ્યા એકાંતથી નહીં. જૈન આગમો અને અન્ય આગમોમાં તફાવત એ છે કે જૈન આગમો પોતાના ઐદંપર્યાર્થ સુધી શુદ્ધ છે. ઐદંપર્યાર્થનો વિરોધ કરે એવાં વચનો એમાં ક્યાંય મળતાં નથી જ્યારે અન્ય તીર્થિકોનાં આગમોના બ્રહ્માદ્વૈત કે જ્ઞાનાદ્વૈત વગેરે જે મૂળભૂત સિદ્ધાંતો સ્વીકારાયા હોય છે એના વિરોધી