________________
घोsas useenपकारफलस्यावन्ध्यत्वाद् वंशस्य सकलस्यैव तरकाण्डं-तरणकाष्ठम्, एवं हि कुर्वता सकलोऽपि भाविपुरुष-प्रवाहः संसारान्निस्तारितो भवति पूर्व-पुरुष-पक्षपाताहित-तच्चैत्यभक्ति-विशेषेण स्ववंशेन सद्धर्मप्रत्युपालम्भाद्, इतरचैत्येष्वपि तथाशक्ति भक्त्यत्यागेन मिथ्यात्वाद्यसिद्धेरिति द्रष्टव्यम् ॥१५॥
यतनातो न च हिंसा यस्मादेषैव तन्निवृत्ति-फला। तदधिक-निवृत्ति-भावाद्विहितमतोऽदुष्टमेतदिति ॥१६॥
विवरणम् : ननु च पृथिव्याधुपमर्दमन्तरेण जिन-भवन-कारणं न सम्भवति, तत्र च नियमेन हिंसा अङ्गीकर्तव्येत्याशङ्कयाह - यतनात इत्यादि ।
यतनातः-प्रयत्नात् शास्त्रोक्तात्, न च-नैव हिंसा, यथोक्तं
"रागहोसविउत्तो जोगो असढस्स होइ जयणाओ' (राग-द्वेषवियुक्तो योगोऽशठस्य भवति यतनातः ।)
एवं यतना-लक्षणाभिधानाद् राग-द्वेष-विमुक्तत्वेन भावतो हिंसानुपपत्तेः, तस्याश्च भावहिंसायाः शास्त्रे परिहर्त्तव्यत्वेन प्रतिपादनात्, द्रव्यहिंसामप्यङ्गीकृत्य यस्माद्, एषैवयतनैव तन्निवृत्तिफला-हिंसानिवृत्तिफला । ___कथं पुनहिंसानिवृत्तिफलत्वं यतनाया इत्याशङ्कयाह-तदधिकनिवृत्तिभावात् तस्यांहिंसायामधिकनिवृत्तिः-अधिकारम्भनिवृत्तिस्तद्भावात्, तत्र हि जिन-भवनादिविधाने प्रयत्नपूर्वकं प्रवर्त्तमानस्य निष्फल-परिहारेण सफलमेव कुर्वतः सतोऽवश्यमेवारम्भान्तरेभ्योऽस्ति
પ્રશ્ન : પૃથ્વીકાય આદિ જીવોની હિંસા વગર જિનમંદિર બંધાવવું શક્ય નથી માટે જિનમંદિર બાંધવામાં હિંસા છે, એ હકીકતનો સ્વીકાર કરવો જોઈએ?
ઉત્તર : શાસ્ત્રમાં કહેલી જયણા (જીવરક્ષાની કાળજી) પૂર્વક જિનમંદિર બંધાવવામાં હિંસાનો દોષ નથી. જૈનશાસનમાં જયણા એ હિંસાદોષની નિવારક મહાન વસ્તુ છે.
અશઠ એટલે કે કપટરહિત, સરળ-ભદ્રિક પરિણામવાળા આત્માનો જયણાથી થતો વ્યાપાર રાગ-દ્વેષ રહિત હોય છે, એવું આગમવચન છે. આવી જયણાપૂર્વક જિનમંદિર આદિનાં નિર્માણમાં આત્માના અધ્યવસાય અહિંસાના હોવાથી જિનમંદિર બંધાવવામાં ભાવહિંસા નથી. શાસ્ત્રમાં ભાવહિંસાને જ ત્યાજ્ય કહી છે. જિનમંદિર બાંધવામાં થતી દ્રવ્યહિંસા પણ પરિણામે જીવને હિંસાથી નિવૃત્ત કરનારી છે. દ્રવ્યહિંસા સર્વથા છોડી શકાતી નથી. સાધુને પણ વિહારાદિમાં નદી વગેરે ઊતરતાં દ્રવ્યહિંસા થાય છે. ત્યાં જેમ દ્રવ્યહિંસા અપરિહાર્ય છે, તેમ જિનમંદિરનાં નિર્માણમાં પણ દ્રવ્યહિંસા અપરિહાર્ય છે. જયણાપૂર્વક જિનમંદિર બનાવવામાં થતી હિંસા જીવને, બીજા એથી અધિક હિંસાવાળા અસદ્ આરંભોથી - હિંસાનાં કામોથી બચાવે છે.