________________
॥अथ लोकोत्तरतत्त्वसम्प्राप्त्यधिकारः॥ एवं सिद्धे धर्मे, सामान्येनेह लिङ्गसंयुक्ते। नियमेन भवति पुंसां, लोकोत्तर-तत्त्व-सम्प्राप्तिः ॥१॥
: વિવરણમ્ ઃ एवं तावत् सामान्येन व्यवस्थितस्य धर्मतत्त्वस्य लिङ्गं सप्रपञ्चमभिधायाधुना लोकोत्तरतत्त्वसम्प्राप्तिमाह - एवमित्यादि ।
एवं सिद्धे धर्मे-पूर्वोक्तनीत्या सामान्येन-लोकलोकोत्तराप्रविभागेन, इह-प्रक्रमे, लिङ्गसंयुक्ते प्रतिपादितनीत्या नियमेन-नियोगेन, भवति-जायते पुंसां-पुरुषाणां लोकोत्तरस्य-लोकोत्तमस्य तत्त्वस्य परमार्थस्य सम्प्राप्तिः-लाभ इति ॥१॥
: યોલિપિન્ના: एवं सामान्येन सलिङ्ग-धर्मसिद्धिमुक्त्वा ततो यत्स्यात्तदाह - एवमित्यादि । एवं-प्रागुक्तनीत्या, सामान्येन-लोकलोकोत्तराप्रविभागेन इह प्रक्रमे लिङ्गसंयुक्ते
૫ – લોકોત્તરતન્તસંપ્રાપ્તિ ષોડશક લૌકિક-લોકોત્તરધર્મનો વિભાગ પાડ્યા વગર સામાન્યથી ધર્મતત્ત્વનું અને એનાં લક્ષણોનું વિસ્તારપૂર્વક સ્વરૂપ સમજાવીને, હવે લોકોત્તરતત્ત્વની સંપ્રાપ્તિનું સ્વરૂપ આ પાંચમા ષોડશકમાં બતાવે છે.
તે તે ધર્મનાં શાસ્ત્રોમાં કહેલા, યોગ્ય આચારને પાળનારા અર્થાત્ પોતપોતાનાં શાસ્ત્રમાં કહેલા, ધર્મવ્યવહારમાં રહેલા, અપુનબંધકાદિ મોક્ષાર્થી જીવોને લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ થાય છે. આ પ્રમાણે પૂ. આ. શ્રી યશોભદ્ર સુ.મ.ની ટીકામાં જણાવ્યું છે. યોગદીપિકામાં મહોપાધ્યાયજીએ - તે તે ધર્મનાં શાસ્ત્રોમાં કથિત મુમુક્ષુજનને યોગ્ય આચારને પાળનારા વિવિધ અવસ્થાવાળા અપુનબંધકની અપેક્ષાએ શુદ્ધ અને જૈનશાસ્ત્રોમાં કહેલા વ્યવહારમાં રહેલ અપુનબંધક જીવો અને સર્વ સમ્યગુષ્ટિ જીવોને લોકોત્તર પરમાર્થતત્ત્વની પ્રાપ્તિ થાય છે. જેની આચરણવિધિ સામાન્ય લોકોથી સમજી શકાય તેવી નથી.” એવા સામાન્ય લોકોથી) અજ્ઞાત પરમાર્થતત્ત્વની પ્રાપ્તિ થાય છે... એમ કહ્યું છે.
આમાં લૌકિક અપુનબંધક જીવોને બાદ કરીને લોકોત્તર અપુનબંધકાદિ જીવોને જ લોકોત્તરતત્ત્વની પ્રાપ્તિ થાય છે, એમ એક વિશેષવાત જણાવી છે.
લોકોત્તરતત્ત્વ એટલે આત્માનું ભાવઆરોગ્ય... એ ભાવઆરોગ્ય પણ બે પ્રકારે છે. (૧) સમ્યકત્વ અને (૨) મોક્ષ.