________________
॥अथ तृतीयः सद्धर्मलक्षणाधिकारः ॥
अस्य स्वलक्षणमिदं, धर्मस्य बुधैः सदैव विज्ञेयम् । सर्वागमपरिशुद्धं, यदादिमध्यान्तकल्याणम् ॥१॥
:विवरणम् : बालादीनां सद्धर्मदेशनाविधिर्गुरोरुक्तः, तत्र धर्मस्वलक्षणाभिधित्सया सम्बन्धमुपरचयति प्रकरणकारः - अस्येत्यादि।
अस्य-धर्मस्यस्वलक्षणं-लक्ष्यते तदितर-व्यावृत्तं वस्त्वनेनेति लक्षणं, स्वं च तल्लक्षणं चेति स्वलक्षणम् । इदं-वक्ष्यमाणं बुधैः-विद्वद्भिः, सदैव-सर्वकालमेव विज्ञेयम्, सर्वकालव्याप्त्या लक्षणस्यान्यथात्वाभावमुपदर्शयति सर्वैरागमैः परिशुद्धं-निर्दोषं यदादिमध्यान्तकल्याणं-आदिमध्यावसानेषु सुन्दरमिति योऽर्थः ॥१॥
: योगदीपिका : सद्धर्मदेशनाविधिरुक्तोऽथ धर्मस्यैव स्वलक्षणमभिधित्सुराह-अस्येत्यादि ।
अस्य-धर्मस्य लक्ष्यते तदितव्यावृत्तं वस्त्वनेनेति लक्षणम्, स्वं च तल्लक्षणं च स्वलक्षणं इदं वक्ष्यमाणम्, बुधैः सदैव विज्ञेयं, लक्षणस्य कदाप्यपरावृत्तेः, स्वलक्षणं कीदृशं? सर्वैरागमैः परिशुद्धं सामान्यतस्तस्य सार्वतन्त्रिकत्वात्, तथा यत् स्वलक्षणम् आदिमध्यान्तेषु कल्याणमन्तरालाप्राप्तेः सदा सुन्दरमित्यर्थः ॥१॥
3 – સદ્ધર્મ સ્વલક્ષણ ષોડશ8 બાલાદિ જીવોને ગુરુએ કઈ વિધિથી સદ્ધર્મની દેશના આપવી તે બીજા ષોડશકમાં કહ્યું. હવે આ ત્રીજા ષોડશકમાં ગ્રંથકાર મહર્ષિ ધર્મનાં લક્ષણનું વર્ણન કરે છે.
ધર્મનું લક્ષણ એટલે ધર્મનું સ્વરૂપ, ધર્મની વ્યાખ્યા.
લક્ષણ એનું નામ કે જેના દ્વારા અભિધેય-લક્ષ્ય (જેની વ્યાખ્યા કરવાની છે તે) વસ્તુ, અન્ય પદાર્થથી જુદી તરી આવે. (૧) ધર્મનું સ્વરૂપ ત્રિકાલાબાધિત હોવું જોઇએ, અનંતકાળ પૂર્વે ધર્મનું જ સ્વરૂપ હતું; આજે વર્તમાનમાં જે છે અને ભવિષ્યમાં પણ તે જ હોવું જોઈએ. આથી એ સૂચવ્યું કે - ધર્મનું સ્વરૂપ
ક્યારેય પણ બદલાય નહિ. વિદ્વાનોએ પણ એવા જ ધર્મના સ્વરૂપને સ્વીકારવું જોઈએ. (૨) ધર્મનું સ્વરૂપ સઘળાંય આગમોથી શુદ્ધ હોવું જોઈએ. એક બીજા આગમોનું વિરોધી ન હોવું જોઈએ. એક આગમમાં ધર્મના સ્વરૂપનું જે પ્રતિપાદન કર્યું હોય, બીજા આગમમાં ધર્મના સ્વરૂપનું પ્રતિપાદન તેનાથી વિરુદ્ધ હોય તો એ ધર્મ, સર્વ આગમોથી શુદ્ધ-અવિરુદ્ધ ન કહેવાય. (૩) ધર્મનું સ્વરૂપ, આદિ, મધ્ય અને અંતમાં સુંદર હોવું જોઇએ, અર્થાત્ કલ્યાણકારી હોવું જોઈએ. આદિમાં એટલે ધર્મ પ્રથમ વયમાં કરે, મધ્યમ એટલે મધ્યમવયમાં કરે કે અંતમાં એટલે