________________
ષોડશક પ્રકરણ - ૨ इति-उक्तप्रकारेण यो गुरुर्धर्मं कथयति विज्ञाय औचित्येन योगं-परिणामं बालादिपरिणामौचित्यमितियावद्, अनघमतिः निर्दोषबुद्धिः जनयति स गुरुरेनं-धर्मम् अतुलम्-अनन्य - सदृशं श्रोतृषु शुश्रूषाप्रवृत्तेषु, निर्वाणफलदम् अलम्-अत्यर्थम् अवन्ध्य- बीज-वपनसामर्थ्यादिति ज्ञेयम् ॥१६॥
इति न्यायविशारदमहोपाध्यायश्रीमद्-यशोविजयगणिप्रणीत - 'योगदीपिका' व्याख्यायां द्वितीयोऽधिकारः ॥
ત્તિ કથાનાયા જાણકાર કહે છે. તેથી જ આગમવચનને આટલું મહત્ત્વ અપાય છે. કહ્યું છે કે- સમ્યગદર્શન, સમ્યગુજ્ઞાન અને સમ્યફચારિત્ર એ જ સદ્યોગ છે. એ સદ્યોગવાળો યોગી કહેવાય છે. જે પરમાત્મપદનો સાધક છે. ૧૫
આ રીતે ધર્મદેશના દાતા જે ગુરુમહારાજ; બાળ-મધ્યમ અને બુધજીવોને એમની તે તે કક્ષા મુજબ ઉચિત ધર્મદેશના આપે છે, તે નિર્દોષ બુદ્ધિવાળા, ભાવદયાના સાગર - ગુરુમહારાજ, શ્રોતાઓમાં સુંદરકોટિના તેમજ મોક્ષફળને આપનારા ધર્મને સારી રીતે ઉત્પન્ન કરે છે.
નિર્મળ બુદ્ધિવાળા ગુરુ મહારાજા બાલાદિના પરિણામનો વિચાર કરી, ઔચિત્યપૂર્વક, શાસ્ત્રવિધિ મુજબ ધર્મનો ઉપદેશ આપે છે, તેથી અવશ્ય ભવ્યજીવોમાં ધર્મબીજનું વાવેતર થાય છે. ૧૬
બીજું ષોડશક સમાપ્ત...