________________
ષોડશક પ્રકરણ - ૪ धर्मश्रवणेऽवज्ञा तत्त्वरसास्वादविमुखता चैव । धार्मिकसत्त्वाऽसक्तिश्च धर्मपथ्येऽरुचेलिङ्गम् ॥१२॥
કવિવરપામ્: एवं दृष्टिसंमोहमभिधाय तदनन्तरं धर्मपथ्यविषयाया अरुचेर्लिङ्गमाह-धर्मेत्यादि।
धर्मस्य श्रवणम्-अविपरीतार्थमाकर्णनं तत्र अवज्ञा-अनादरः तत्त्वे-परमार्थे रस:आसक्तिहेतुः तस्य आस्वादः तस्मिन् विमुखता-वैमुख्यं तत्त्वरसास्वादविमुखता चैव, धार्मिका ये सत्त्वास्तैरसक्तिः - असंयोग: असम्पर्को धार्मिकसत्त्वाऽसक्तिश्च', धर्मपथ्ये धर्मः पथ्यमिव तस्मिन्, अरुचेलिङ्गमिति प्रत्येकमभिसम्बन्धः करणीयः ॥१२॥
: યોગીપિવી : धर्मपथ्यारुचिं लिङ्गद्वारा लक्षयति-धर्मेत्यादि ।
धर्मस्य श्रवणमविपरीतार्थमाकर्णनं तत्र अवज्ञा-अनादरस्तत्त्वे परमार्थे वा रसस्तस्यस्वादोऽनुभवस्तस्मिन् विमुखता चैव । धार्मिका ये सत्त्वाः प्राणिनस्तैः सह असक्तिरसंयोगश्च । धर्म एव पथ्यं पापव्याध्यपनायकत्वात्तत्रारचेलिङ्गं भवेदिति प्रत्येकमभिसम्बन्धनीयम् ॥१२॥
વાતો આપણા જ ઘરની છે; એમ માનવું જોઈએ. આ વાત આપણી નથી એવો દૃષ્ટિસંમોહ દોષ ન રાખવો. આ રીતે આ દૃષ્ટિસંમોહ એ બીજો પાપવિકાર છે. ૧૧
(૩) ધર્મપથ્યમાં અરુચિ ધર્મપથ્યમાં અરુચિ નીચેના ત્રણ મુદ્દાથી વિચારવી જોઇએ. (૧) ધર્મશ્રવણની અરુચિ-અનાદર-ધર્મશ્રવણ ન કરીએ તો ચાલે એવું બેપરવાઈપણું.
(૨) જીવાદિ તત્ત્વો, અહિંસાદિ વ્રતો કે ક્ષમાદિ ધર્મોના રસોનો આસ્વાદ ચાખવામાં વિમુખતાબેદરકારી.
(૩) ધાર્મિક - પુરુષોનો સમાગમ ન ગમે, ધાર્મિક - પુરુષોનો સમાગમ-સંપર્ક ટાળે. આ ત્રણ બાબતો, જીવની ધર્મપથ્યમાં અરુચિ સૂચવે છે. આ ત્રીજો પાપ વિકાર છે. એ ધર્મસિદ્ધિવાળા જીવમાં હોતો નથી.
૧- ધર્મશ્રવણ, ૨ - તત્ત્વનો રસ અને ૩- ધર્મ, જ્ઞાની, શિષ્ટપુરુષોનો સમાગમ : આ ત્રણ ચીજ આત્મવિકાસના માર્ગમાં ખૂબ જરૂરી છે. ધર્મપ્રાપ્તિ થાય તો જ ત્રીજો પાપવિકાર જાય અને આ ત્રણ વાતો જીવનમાં આવે. ૧૨
(૪) ક્રોધની ખણજ : કોઈના પણ સાચા ખોટા દોષો સાંભળી, કાર્યના - વસ્તુના પરમાર્થનો વિચાર કર્યા વગર અંદરથી ધમધમી જવું, બહારથી મુખની અપ્રસન્નતા, આંખો લાલચોળ થવી, કટુવચનો બોલવાં; એ ક્રોધની ખણજ છે. આવી ક્રોધની ખણજથી આત્માને દુર્ગતિમાં કેવાં કટુ ફળ ભોગવવા પડશે એનો વિચાર ક્રોધકંડૂતિવાળો જીવ કરી શકતો નથી. ધર્મસિદ્ધિવાળા જીવમાં આ ચોથો પાપવિકાર પણ હોતો નથી. ૧૩