________________
૧૦)
ષોડશક પ્રકરણ - ૧ आगमेन स्ववचनैरेवाभ्युपगतं ताभ्यामविरुद्धानि वाक्यानि यस्मिन्नागमतत्त्वे तत् दृष्टेष्टाविरुद्धवाक्यं तद्भावस्तया । योऽर्थः प्रत्यक्षानुमानाभ्यां परिच्छिद्यते तस्मिन् यद् आगमतत्त्वमप्यविरोधि भवति, तद्विरुद्धस्य ताभ्यामेव निराकरणात्, प्रत्यक्षानुमानविरुद्धस्यागमस्याप्रमाणत्वात् । स्ववचनैरेवागमेनाभ्युपगतेऽर्थे प्रदेशान्तरवर्तिनाऽस्यैवागमस्य वचनं यदि विरोधि न भवत्यर्थतस्तद् आगमतत्त्वमिष्टाविरोधिवाक्यं भवति, परस्पराविरोधिवचनमित्यर्थः । तदेव विशिनष्टि - 'उत्सर्गादिसमन्वितं' उत्सर्गःसामान्यं, यथा 'न हिंस्याद्भूतानि' आदिशब्दादपवादः - विशेषो ग्लानादि-प्रयोजनगतस्ताभ्यां युक्तम् । अलं-अत्यर्थं ऐदंपर्यशुद्धं च-इदं परं-प्रधानमस्मिन् वाक्य इतीदम्परं तद्भाव ऐदम्पर्य वाक्यस्य तात्पर्य शक्तिरित्यर्थस्तेन शुद्धं यदागमतत्त्वं तदिह ज्ञेयमिति ॥१०॥
યોલિપિ : आगमतत्त्वमाश्रित्याह-आगमेत्यादि ।
आगमतत्त्वं तत् प्रसिद्धं ज्ञेयं भवति, दृष्ट-प्रत्यक्षानुमाने, इष्टम्-स्वाभ्युपगत आगमस्ताभ्याम्-अविरुद्धमबाधितार्थं वाक्यं यस्य तत्तया । तथा उत्सर्गादिनाउत्सर्गापवादाभ्यां समन्वितं, न तु तदेकान्तवाद-दुष्टम् । अलम्-अत्यर्थम्, ऐदम्पर्येणभावार्थेन शुद्धं च, न तु श्रुतमात्रेणाविच्छिन्नाकाङ्क्षम् ॥१०॥ પ્રમાણભૂત છે. એ આગમ જ જો બરાબર ન હોય, તો એમાં કહેલાં અનુષ્ઠાનો ઉપર કેવી રીતે ભરોસો રખાય? * આગમતત્ત્વની પરીક્ષા-શુદ્ધિ ત્રણ વસ્તુના આધારે : (૧) આગમવચનમાં દષ્ટ અને ઈષ્ટનો વિરોધ ન જોઇએ અર્થાત્ દષ્ટ અને ઈષ્ટ સાથે
આગમવચનનો અવિરોધ હોવો જોઇએ. (સમાનતા હોવી જોઈએ.) (૨) આગમવચન ઉત્સર્ગ અને અપવાદથી યુક્ત હોવું જોઈએ. (૩) આગમવચન ઐદંપર્યશુદ્ધ હોવું જોઇએ અર્થાત્ તાત્પર્યશુદ્ધ હોવું જોઈએ. એમાં - (૧) દષ્ટ - ઈષ્ટનો અવિરોધ:
દષ્ટ સાથે એટલે કે પ્રત્યક્ષ દેખાતી વસ્તુ (પ્રત્યક્ષપ્રમાણ) સાથે વિરોધ ન હોવો જોઇએ. જેમ કે - અનેક આત્માઓ નજરે દેખાય છે છતાં આત્મા એક જ છે, એવું કથન કરવું એ પ્રત્યક્ષવિરોધી વચન ગણાય. એ જ રીતે આગમવચન, અનુમાનપ્રમાણથી સિદ્ધ થતી વસ્તુનું વિરોધી ન હોવું જોઇએ. “આત્મા નિત્ય જ છે” એવું કહેનાર આગમ, અનુમાનનું વિરોધી છે.
એ જ રીતે આગમ ઈષ્ટનું વિરોધી પણ ન હોવું જોઇએ. જે આગમે એક જગ્યાએ કોઇ વાત સ્વીકારી હોય, માન્ય રાખી હોય; એ જ વાતનો, એ જ આગમમાં બીજી જગ્યાએ નિષેધ કર્યો હોય, અસ્વીકાર કર્યો હોય; તો એ ઈષ્ટવિરોધી આગમ કહેવાય.
આ રીતે દષ્ટ અને ઈષ્ટનું વિરોધી આગમ અશુદ્ધ ગણાય. દષ્ટ અને ઈષ્ટનું અવિરોધી આગમ જ શુદ્ધ ગણાય.