________________
શોધ-ખોળની પગદંડી પર આ ઉપરાંત બીજી યુક્તિ તે એ કે એમાંના ઘણાં પઘોમાં કાલિદાસે છૂટથી યમક અને અનુપ્રાસનો તથા શ્લિષ્ટતાનો આશ્રય લીધો છે. ઉક્ત પદ્યોને તપાસતાં આ સહેજે જોઈ શકાશે, એટલે તેની વિગતોમાં આપણે નહીં ઊતરીએ.
(૬) વિશેષનામો અને સ્થળનામો અન્વર્થ હોવાનું બતાવવાની કાલિદાસ પાસે લાંબી પૂર્વપરંપરા હતી. “મહાભારતના આદિપર્વમાં થોડીક નજર ફેરવતાં જણાશે કે, “ઉદાલક', “અવન”, “પ્રમદ્રરા”, “સુપર્ણ', “જરત્કારુ”, “આસ્તીક', “પરિક્ષિત', “મસ્ય”, “ઉપરિચર', સ્વૈપાયન', 'દ્રોણ”, “શકુંતલા', સર્વદમન”, “ભરત”, “સંતનું જેવાં વ્યક્તિનામો જે સંદર્ભમાં પહેલી વાર આવે છે, ત્યાં તે નામોની સાર્થકતા કવિએ બતાવી છે અને તે માટે વ્યુત્પત્તિનો આધાર લીધો છે. “રામાયણમાં પણ (૧) “ભીમો ભીમપરાક્રમ”, “રાવણો લોક-રાવણઃ', લક્ષ્મણો લક્ષ્મિવર્ધનઃ”, “રામસ્ય લોકરામસ્ય', સુગ્રીવો વિપુલગ્રીવઃ”, “શત્રુનો શત્રુતાપનઃ', “ગુહો ગહનગોચર:' જેવાં અનેક પ્રયોગો છે, અને (૨) અંગદેશ, માનસસર, કાન્યકુજ, વિશાલા, મલદાર, કષા, જેવાં સ્થળનામો, તથા (૩) સ્કંદ, અપ્સરસ, મારુત, શક, યવન જેવાં ઇતર નામોને પણ તેમની વ્યુત્પત્તિ આપીને તે અન્વર્થ હોવાનું બતાવ્યું છે. પૌરાણિક સાહિત્યમાંથી પણ માં તિા રૂતિ ાિ જેવાં ઘણાં ઉદાહરણ મળશે. (જો કે “રઘુવંશ'ના મૂળસ્રોત તરીકે જે વાયુપુરાણ” અને “વિષ્ણુપુરાણ'નાં રાજવંશવર્ણનો ગણાયાં છે, તે આ સંદર્ભે મેં જોયા નથી). એટલે કાલિદાસે “રઘુવંશ'ના અઢારમા સર્ગમાં વિશ રાજાઓનું જે રીતે નામસ્મરણ કર્યું છે, તેમાં આ જ પરંપરાગત યુક્તિનો વિનિયોગ કર્યો છે. વળી “રઘુવંશ'ના આગળના સર્ગોમાં પણ કવચિત રાજકુમારનું નામકરણ તેના કોઈ ઉત્કૃષ્ટ લક્ષણને આધારે કે જન્મવેળાની પરિસ્થિતિની કોઈ વિગતને આધારે થયું હોવાની વર્ણનપ્રથાનો કાલિદાસે આદર કર્યો છે. જેમ કે “કૃતી અતં યાયા' એવા ભાવના, ગમનાર્થક રધુ ધાતુ પરથી રપુ (“રઘુવંશ',૩.૨૧). રાજાઓમાં ઋ એટલે કે મુખ્ય હોવાથી સ્થા (“રઘુવંશ', ૬.૭૧). દેવીએ કુમારને બ્રાહ્મમુહૂર્તમાં જન્મ આપ્યો, તેથી બ્રહ્માના “અજ એવા નામ પરથી તેના પિતાએ તેને મન નામ આપ્યું (“રઘુવંશ', ૫.૩૬). દશશતરશ્મિ જેવા દ્યુતિમાન, દશે દિશાઓમાં યશથી વિખ્યાત અને દશકંઠ રાવણના શત્રુનો પિતા તે રીરથ (“રઘુવંશ',૮.૨૯). કુમાર અભિરામ દેહવાળો હોવાથી પિતાએ તેનું નામ “રામ પાડ્યું. (“રઘુવંશ', ૧૦-૬૭). ગર્ભનો ક્લેદ કુશલવથી સાફ કર્યો એટલે કિવિએ કુમારોનાં નામ “કુશ” અને “લવ’ એવાં પાડ્યાં (રઘુવંશ, ૧૫-૩૨). વળી કુલપ્રદીપો નૃપતિદિલીપ:' જેવા પ્રયોગોની કાલિદાસની કૃતિઓમાં ખોટ નથી.
આમ અઢારમા સર્ગની રાજાવલિના નામ આપતાં કાલિદાસે નામોની અન્વર્થતા દર્શાવવા વ્યુત્પત્તિનો આશરો લઈને પ્રચુરપણે યમકનો ઉપયોગ કર્યો છે. કાલિદાસ