Book Title: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
Author(s): Jayantilal Prabhudasbhai tatha Varjivandas Revalal
Publisher: Shatrunjay Saurabh yane Jin Tirth Darshan Sachitra
View full book text
________________
શ્રી શત્રુંજય સૌરભ
ઋષભાદિક ઉચ્ચ કુળમાં ઉત્પન્ન થયેલા બીજા પણ અસંખ્ય મુનિઓ કે જેઓ મોહને ક્ષય-નાશ કરીને શત્રુંજય તીર્થને વિષે સિદ્ધ થયા, તે સર્વને વંદના થાઓ. ૬ पन्नास जोयणाई, आसी सेनुंज वित्थरो मूले । दस जोयण सिहरतले, उच्चत्तं जोयणा अट्ठ ॥ ७ ॥ - શ્રી શત્રુંજય ગિરિ [ ઋષભદેવ સ્વામીને વારે ] મૂળમાં પચાસ એજનના વિસ્તારવાળે, શિખર તળે (શિખર ઉપર) દશ જન વિસ્તારવાળે અને ઉંચે આઠ. જિન હતે. ૭
जं लहइ अन्नतित्थे, उग्गेण तवेण बंभचेरेण । तं लहइ पयत्तेणं, सेत्तुंज गिरिम्मि निवसंतो ॥ ८ ॥
અન્ય તીર્થોમાં ઉગ્ર તપશ્ચર્યા વડે તથા બ્રહ્મચર્ય વડે જે ફળ પ્રાપ્ત થાય છે, તે ફળ શ્રી શત્રુંજય ગિરિપર પ્રયત્નપૂર્વક વસવા માત્રથી જ પ્રાપ્ત થાય છે. ૮ जं कोडिए पुन्नं, कामियआहारभोइया जे उ । तं लहइ तत्थ पुन्नं, एगोपवासेण सेत्तुंजे ॥ ९ ॥
એક ક્રોડ મનુષ્યને ઈચ્છિત આહારનું ભજન કરાવવાથી જે પુણ્ય થાય છે, તેટલું પુણ્ય શત્રુંજય તીર્થમાં એક ઉપવાસ કરવાથી થાય છે. ૯ जं किंचि नामतित्थं, सग्गे पायाले माणुसे लोए । तं सव्वमेव दिटुं, पुंडरिए वंदिए संते ॥ १० ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org